Get The App

ગુજરાતના આ જિલ્લામાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધીમાં DJ વગાડવા સામે પ્રતિબંધ

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતના આ જિલ્લામાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધીમાં DJ વગાડવા સામે પ્રતિબંધ 1 - image


સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કલેક્ટરનું જાહેરનામું

ટ્રાફિકને અડચણ અને જાહેરનામાનો ભંગ કરનારા સંચાલકો સામે પીએસઆઈ સીધી કાર્યવાહી કરી શકશે

Kheda Gujarat DJ News :  ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં લાવવા અને જનતાના જીવનધોરણની ગુણવત્તાની જાળવણી માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ ડીજે અને અન્ય યંત્રોના અવાજને અંકુશમાં રાખવા ખેડા જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડયું છે. જેમાં જાહેરનામુ ભંગ કરનારા ડીજે સંચાલક સામે પીએસઆઈ કે ઉચ્ચ અધિકારીઓ સીધી કાર્યવાહી કરી શકશે તેવી પણ જોગવાઈ છે.

જાહેરનામા જણાવ્યા મુજબ, ડીજે સંચાલકો ચોક્કસ વિસ્તારો મુજબ ચોક્કસ અવાજ રાખી માત્ર સવારે 6 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી જ ડી.જે. વગાડી શકાશે. એટલે કે રાતના 10 વાગ્યા બાદ સવારના 6 વાગ્યા સુધીમાં ડીજે વગાડી નહીં શકાય. નહીંતર કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. વિભિન્ન પાર્ટી પ્લોટ, જાહેર સંસ્થાઓ, ખાનગી માલિકોના ફાર્મ તથા અન્ય જગ્યાઓએ મોટા અવાજ કરતા યંત્રો વગાડીને જાહેર જનતાને નુકસાન થાય તેવી રીતે વર્તતા હોય છે.

સરઘસો, રેલીઓ અને વરઘોડામાં માઈક, લાઉડ સ્પીકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સિસ્ટમ વગાડનારાઓ લાંબા સમય સુધી જાહેર માર્ગો ૫૨ ઉભા રહી ટ્રાફિકને અડચણ કરી ટ્રાફિક જામ કરે છે અને વધુ ધ્વનિ તીવ્રતાથી મોટા કર્ણભેદી અવાજે ઘોંઘાટમય સંગીત, ગીતો રેલાવી વિદ્યાર્થીઓના અભ્યાસમાં, દર્દીઓના આરામમાં, સિનિયર સીટીઝન અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરી તબીબોના કામમાં ખલેલ પહોંચાડે છે.

માઈક, લાઉડ સ્પીકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સિસ્ટમના અનિયંત્રિત પ્રયોગથી કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં સાંપ્રદાયિક અથડામણોના બનાવો પણ બની શકે છે. તેના પરિણામે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વિપરીત અસર થવાની સંભાવનાઓ વધી જાય છે. આ માટે જિલ્લા પ્રશાસને કાયદાની જોગવાઈઓને ધ્યાને લઈ ડીજેને નિયંત્રણમાં લેવા જાહેરનામુ બહાર પાડયું છે. 

ડી.જે.ના ઊંચા અવાજના હોટસ્પોટ

નડિયાદ શહેરમાં ખાડ, ચકલાસી ભાગોળ, પીજ ભાગોળ, ઈન્દિરાનગર, પારસ સર્કલ, સિવિલ રોડ પર ડી.જે. સંચાલકો બેફામ અવાજ કરતા હોવાની ફરીયાદો ઉઠી હતી. તો આ તરફ ગામોમાં પીપળાતા, ટુંડેલ, પીપલગ, ચકલાસી, કણજરી સહિત આજુબાજુના તાલુકાઓમાં પણ ફરીયાદો ઉઠી હતી.

ડીજે સંચાલકોના ઉશ્કેરણીજનક વાક્યો બોલવા કે સ્પર્ધા પર પ્રતિબંધ

છેલ્લા કેટલાક સમયથી નડિયાદ અને તેના આસપાસના કેટલાક ચોક્કસ ગામોમાં ડી.જે. સંચાલકો વચ્ચે ખૂબ તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. માઈકોથી એકબીજાને ઉશ્કેરવા માટેના ખાસ સ્લોગન બોલવામાં આવે છે. અનેકવાર મામલો મારામારી સુધી અને બાદમાં ફરિયાદો થવા સુધી પહોંચ્યો છે. તેવા સંજોગોમાં હવે નવા જાહેરનામા મુજબ ડી.જે. સંચાલકો ઉશ્કેરીજનક વાક્યો બોલી શકશે નહીં અને સ્પર્ધા પણ કરી શકશે નહીં. આમ કરનાર સંચાલકો સામે સીધી જ કાર્યવાહી કરાશે.

એરિયા કોડ

ડેસીબલ (ડીબી)

એ-ઔદ્યોગિક

૭૫

બી-વાણિજ્ય

૬૫

સી-રહેણાંક

૫૫

ડી-શાંત વિસ્તાર

૫૦

Tags :