અમદાવાદ, શુક્રવાર
શાહીબાગમાં લગ્નના વરઘોડામાં પોલીસ રંગમાં ભંગ પાડયોે હતો. જેમાં જાહેર રસ્તા ઉપર ઉંચા અવાજે ડી.જે વગાડીને હવામાં ધ્વનિ પ્રદૂષણ ફેલવવા બદલ પોલીસે રૃા. ૧૦ .૫૦ લાખના લાઉડ સ્પીકર સહિતના ઇન્સ્ટુમેન્ટ કબજે કર્યા હતા. પોલીસે ડેસીબલ મીટરથી ચેક કરતા રહેણાંક વિસ્તારમાં ઉંચા અવાજે વગાડીને ધ્વનિ પ્રદૂષણ કરતા હતા. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ડીજે માલિક સામે ગુનો નીંેધીને વધુ તપાસ હાથ ધરી છે.
ડેસીબલ મીટરથી ચેક કરીને રહેણાંક વિસ્તારમાં વગાડતા પોલીસે ડી.જે.સાઉન્ડ માલિક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ મહેન્દ્રસિંહે મેઘાણીનગરમાં રહેતા ડી.જે માલિક સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોલીસકર્મીઓ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે વિઠ્ઠલનગર ચાર રસ્તા પાસે એક આઇસર ટ્રકમાં ડીજે જોરજોરથી વાગતું હતું જેથી પોલીસે તેને રોકીને ડેસીબલ મીટરથી ચેક કરતા મોટા અવાજે ડીજે વગાડતા હોવાનું સામે આવ્યું હતું.
જેમાં ડી.જે ઉંચા અવાજે ડીજે વગાડીને ધ્વનિ પ્રદૂષણ કરતો હતો. જેથી શાહીબાગ પોલીસે પોલીસ કમિશનરના જાહેરનામાં ભંગ બદલનો ગુનો નોંધીને આઠ લાઉડ સ્પીકર સહિત કુલ રૃા. ૧૦.૫૦ લાખ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


