Get The App

દિવાળીમાં સાયબર ફ્રોડ 60% વધી જવાનું જોખમ, ઈ-શોપિંગ અને ચુકવણી વખતે એલર્ટ રહેવું

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
Diwali Cyber Fraud Risk


Diwali Cyber Fraud Risk: નવરાત્રિ પૂર્ણ થઈ અને દિવાળી માટે બજારો સજ્જ થઈ રહી છે. આવા તબક્કે જ દિવાળીમાં સાયબર ક્રાઈમમાં 60 ટકા જેવો ઉછાળો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક બજારોમાંથી ખરીદીની સાથોસાથ જ સારી સ્કીમ્સની ઓફર સાથે ઓનલાઈન માર્કેટ પણ ધમધમવાની છે. બજારો સજ્જ બની રહી છે સાથે જ 100 પ્રકારના ગુનાના ઈન્ટરનેશનલ ફ્રોડ નેટવર્ક સાથે સાયબર ગઠિયાઓ સક્રિય થવાની તૈયારીમાં છે. 

દિવાળીમાં સાયબર ક્રાઈમ 60% વધી શકે છે 

ઓનલાઈન શોપિંગની આડઅસર ગણો કે લોભામણી લાલચમાં લોકોને ફસાવવાના કારસ્તાન, વર્ષ 2023માં નવરાત્રિ - દિવાળી દરમિયાન સાયબર ક્રાઈમમાં 54 ટકા અને 2024માં 60 ટકાનો વધારો નોંધાયો હતો તેમાં આ વખતે 60 ટકા ઉછાળો આવવાની ધારણા વ્યક્ત કરવામાં આવે છે. બજારની સ્કીમો વચ્ચે સાયબર ગઠિયાઓની સ્કીમ સામે સતર્કતા જ શ્રેષ્ઠ ઉપાય છે.

દિવાળીમાં સાયબર ફ્રોડ 60% વધી જવાનું જોખમ, ઈ-શોપિંગ અને ચુકવણી વખતે એલર્ટ રહેવું 2 - image

ઓનલાઈન પેમેન્ટની બોલબાલા: ભારતીય બજારોમાં 35% ખરીદી ડિજિટલ

દિવાળીના તહેવારો આડે ગણતરીના દિવસો છે, બજારોમાં ખરીદીનો કરન્ટ દેખાઈ રહ્યો છે. ઓનલાઇન ખરીદી હોય કે ઓફલાઈન ખરીદી, કોઈપણ ખરીદીના પેમેન્ટ ઓનલાઈન કરાવવા માટેના પ્રયાસો સતત ને સતત વધી રહ્યા છે. અત્યારે ભારતમાં 35 ટકા ખરીદી ઓનલાઈન પેમેન્ટથી થાય છે, તેમાં મોટો હિસ્સો ગ્રોસરી, ફૂડ ડિલિવરી અને ટ્રાવેલ બિઝનેસનો છે. વર્ષ 2026 સુધીમાં આ ટકાવારી 50 ટકા સુધી પહોંચવાની ધારણા છે. દેશમાં 70 કરોડથી વઘુ ઈન્ટરનેટ યુઝર્સ છે તેમાંથી 35 ટકા લોકો 4 લાખ કરોડ રૂપિયા ડિજીટલ ઈ-કોમર્સના ઉપયોગથી ચૂકવે છે.

ગુજરાતમાં સાયબર ક્રાઇમનો વધારો: 3 વર્ષમાં 1.59 લાખ અરજીઓ

જાન્યુઆરી 2020થી મે 2023 સુધીમાં ગુજરાતમાંથી જ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર 1.59 લાખ લોકોએ અરજી કરી હતી. રાજ્યના સાયબર ક્રાઇમ ટાર્ગેટેડ નવ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. જોકે ગુના નોંધવાના મામલે ગુજરાતનો નંબર છઠ્ઠો આવે છે. દેશભરમાં સાયબર ક્રાઇમની કુલ 22.57 લાખ અરજી આવી હતી તેમાંથી માંડ 2 ટકા અરજીઓમાં એફઆઈઆર નોંધાઈ કે નોંધાવાઈ હતી. 

ડિજિટલ પેમેન્ટ કરતી વખતે OTP અને ATM પિનની ગુપ્તતા જાળવો

દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ પ્રકારના સાયબર ક્રાઈમથી બચવા માટે સતર્કતા જ શ્રેષ્ઠ ઉપાય છે. ખાસ કરીને પોતાનો ઓટીપી કોઈની સાથે શેર ન કરવો તે ઉપરાંત પોતાના બેન્ક એકાઉન્ટનો પાસવર્ડ કે નેટબેન્કિંગ પાસવર્ડ શેર ન કરો. સાથે જ, એટીએમ પાસવર્ડ કોઈ જાણી ન જાય તેની પૂરતી તકેદારી રાખવી અને નિશ્ચિત સમયાંતરે પાસવર્ડ બદલવાથી દિવાળીમાં ખરીદી થકી પરિવારમાં ખુશીની લહેર લાવી શકાય છે. દિવાળીના તહેવાર દરમિયાન ઓનલાઈન ખરીદી સાથે જ સતર્કતા આવશ્યક હોવાની સલાહ સાયબર નિષ્ણાતો આપે છે.

દિવાળીમાં સાયબર ફ્રોડ 60% વધી જવાનું જોખમ, ઈ-શોપિંગ અને ચુકવણી વખતે એલર્ટ રહેવું 3 - image

શોપિંગ હેબિટ્‌સ, ઓનલાઈન એક્ટિવિટી, સર્ચ પેટર્ન થકી AIથી ‘સાયબર ચીટિંગ’ની ભીતિ

આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન સાયબર ચિટીંગ આચરવામાં આવે તેમાં કાયદાથી બચવા માટે AIનો ઉપયોગ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. સાયબર સિક્યુરિટીના જાણકારો કહે છે કે, તહેવારોમાં સાયબરના ગુનામાં 60 ટકા જેટલો વધારો થશે તેમાં 20 ટકા જેટલા કિસ્સામાં AI એટેક થવાની સંભાવના છે. અંગત રીતે મેસેજ અને લિન્ક મોકલાશે તે ખોલવામાં આવતાં AIના માઘ્યમથી એવા મેસેજીસ કરવામાં આવશે કે સામાન્ય લોકો કંઈ સમજી નહીં શકે અને આસાનીથી સાયબર ચિટીંગનો ભોગ બની શકે છે. 

આ પણ વાંચો: વેરાવળમાં કરૂણાંતિકા, મોડી રાતે 3 માળનું મકાન ધરાશાયી થતાં માતા-પુત્રી સહિત 3 લોકોના મોત

અનેક લોકોની સર્ચ પેટર્ન, શોપિંગ હેબિટસ, ઓનલાઈન એક્ટિવિટી સહિતની બાબતોનો અભ્યાસ કરીને લોકોને AIના માઘ્યમથી સાયબર ચિટીંગ માટે ટાર્ગેટ કરવામાં આવે છે. AIના માઘ્યમથી અસલી અને નકલી ઓફર્સનો ભેદ પારખવો મુશ્કેલ બની શકે છે. ઈ-ગ્રિટીંગ્સ સાથે ટ્રોઝન વાઈરસ હશે તે ખોલતાં જ મોબાઈલ ફોન હેક થશે અને ઓનલાઈન બેન્ક ખાતાં સાફ કરવામાં આવે તેવું પણ બની શકે છે. તાજેતરમાં જ લોકસભામાં જાહેર થયેલી વિગતો મુજબ, ગુજરાતમાં દર બે કલાકે ઠગાઈનો એક કિસ્સો બને છે. હવે, આ દિવાળીથી AI માઘ્યમથી ઠગાઈનો નવો સિલસિલો ઉમેરાઈ શકે છે.

દિવાળીમાં સાયબર ફ્રોડ 60% વધી જવાનું જોખમ, ઈ-શોપિંગ અને ચુકવણી વખતે એલર્ટ રહેવું 4 - image
Tags :