સાવલી, ટ્રકમાં ચોર ખાનુ બનાવી ને છુપાવેલી વિદેશી દારૃની ૭,૦૬૮ બોટલો ચોરખાનામાં સંતાડીને જતી ટ્રકને એલ.સી.બી. ની ટીમે એક્સપ્રેસ હાઇવે પરથી ઝડપી પાડી છે. પોલીસે મળી કુલ રૃપિયા ૪૬.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલે (એસ.એમ.સી.) જિલ્લા પોલીસનું નાક કાપીને પકડેલા ૧૭.૭૨ લાખના વિદેશી દારૃ બાદ દોડતી થયેલી જિલ્લા પોલીસે દારૃનો એક કેસ કર્યો છે. એેલ સી બી ની ટીમ ેગત રાત્રે એક ટ્રકને શંકાના આધારે ઊભી રાખી હતી. પોલીસે તપાસ કરતા ટ્રકમાં ચોર ખાનુ બનાવી સંતાડેલો વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. કુલરના જૂના બોક્સની આડમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૃની ૭,૦૬૮ બોટલ ૩૬.૬૬ લાખની કબજે કરી હતી . પોલીસે ટ્રક, મોબાઈલ તેમજ રોકડ મળી કુલ ૪૬.૮૯ લાખના મુદ્દામાલ સાથે આરોપી ટ્રક ડ્રાઈવર દેવારામ રાજુરામભાઇ જાટ (રહે. મોતીચોણીયો કા તલા તા.જિ.બાડમેર રાજસ્થાન) ને ઝડપી મંજુસર પોલીસને હવાલે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી છે કે, ત્રણ દિવસ પહેલા પવન માલવ ઉર્ફે મહેન્દ્ર (રહે. રાજસ્થાન)એ ઉદેપુર બાયપાસ પરથી દારૃનો જથ્થો ટ્રકમાં ભર્યો હતો અને આ દારૃનો જથ્થો અમદાવાદ આપવાનો હતો.


