શહેરમાં જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનો પ્રારંભ, 14 ટીમોએ ભાગ લીધો
બાસ્કેટબોલ સ્પર્ધા જીતવા ખેલાડીઓ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો
વડોદરા કોર્પોરેશન ,વી.એમ.સી. સ્પોટર્સ પ્રમોશન ફાઉન્ડેશન અને બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશનના સહયોગથી સમા ઇન્ડો૨ સ્ટેડિયમ ખાતે આજે ૩૧ જુલાઈથી ૩ ઓગસ્ટ સુધી મેન્સ અને વિમેન્સની જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ ચેમ્પીયનશિપનો મેયર, મ્યુ. કમિશનર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો.

મેન્સની ૮ ટીમો અને વિમેન્સની 6 ટીમો મેદાનમાં છે. આજે પ્રથમ દિવસે મેન્સમાં કોઠી ક્ર્સર્સ અને ચાંપાનેર ઇલાઇટ્સ તથા માંડવી માવેરીક્સ અને ગેંડીગેટ જાયન્ટસ જ્યારે વિમેન્સની લક્ષ્મી લાયન્સ અને ખંડેરાવ બ્લેઝર્સ તથા નવલખી નીન્ઝાસ અને સયાજી સ્લેમ ટીમોના ખેલાડીઓ વચ્ચે મેચ જીતવા ખરાખરીનો જંગ જામ્યો હતો. જેમાં મેન્સની કોઠી ક્ર્સર્સ અને માંડવી માવેરીક્સ તથા વિમેન્સની લક્ષ્મી લાયન્સ અને નવલખી નીન્ઝાસના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી વિજય મેળવ્યો હતો. સ્મા૨કોને યાદ રાખવા અને લોકપ્રિય બનાવવાના હેતુથી ટીમોનું નામ વડોદરા શહેરના હેરિટેજ સ્મા૨કો ૫૨ ૨ાખવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટ કમ નોક આઉટ ધો૨ણે રમાઈ રહી છે.