Gujarat

વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ

By GS TEAM
31 Jul 20251 min read
TukuTouch Logo
આ સ્પર્ધામાં વડોદરા જિલ્લાના 200થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો : મેન્સની 12 , વિમેન્સની 6 લીગની મેચો બાદ સેમી ફાઇનલ અને ફાઈનલની મેચો રમાશે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ

Vadodara : ફિટ ઇન્ડિયા અંતર્ગત વી.એમ.સી. સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશન, વીજીએલ અને બરોડા બાસ્કેટ બૉલ એસોસીએશનના સંયુકત ઉપક્રમે તા.31 જૂલાઈ થી 3 ઑગષ્ટ સુધી સમા ઈન્ડોર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે જીલ્લા કક્ષાની બાસ્કેટબોલ ચેમ્પીયનશીપ 2025નું આયોજન કરાયું છે.

સિનિયર, જુનિયર, અંડર-16ની આ સ્પર્ધામાં મેન્સની 8 ટીમો તથા વિમેન્સની 6 ટીમો મળી વડોદરા જિલ્લાના 200થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. મેન્સની 12 તથા વિમેન્સની 6 લીગની મેચો અને ત્યારબાદ સેમી ફાઇનલ તથા ફાઈનલની મેચો રમાશે. વિજેતા ખેલાડીઓને 24 ગોલ્ડ મેડલ, 24 સિલ્વર મેડલ, સર્ટીફીકેટ, ટ્રોફી સહિતના પુરસ્કાર એનાયત કરાશે. ચાર વર્ષ ઇન્ડિયન ટીમના કેપ્ટન રહી ચૂકેલ અને હાલ આઇ.ટી ઇન્સ્પેક્ટર દીક્ષાંત શાહ પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. તદુપરાંત વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પણ બાસ્કેટબોલ રમતા નજરે ચડશે. ઇન્ટરનેશનલ ખેલાડીઓ સાથે રમવાનો મોકો મળતા અન્ય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે. અને ભવિષ્યમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરે તેવી આશા સેવી છે. સ્મારકોને યાદ રાખવા અને લોકપ્રિય બનાવવાના હેતુથી ટીમોનું નામ વડોદરા શહે૨ના હેરિટેજ સ્મારકો પ૨ રાખવામાં આવ્યું છે. આ સ્પર્ધાનો શુભારંભ સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ અને મેયર પિન્કીબેન સોનીના હસ્તે કરાશે. મુખ્ય અતિથી તરીકે સાંસદ ડૉ.હેમાંગ જોષી તથા વિશેષ અતિથિ તરીકે ધારાસભ્યો અને કોર્પોરેશનના હોદેદારો ઉપસ્થિત રહેશે.