આણંદ જિલ્લામાં ધોરણ 12 સાયન્સની માર્કશીટનું વિતરણ શરૂ
- સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં હાલાકી
- ધો. 10 અને 12 સામાન્ય પ્રવાહની માર્કશીટનું આગામી દિવસોમાં વિતરણ શરૂ કરાશે
આણંદ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ નું પરિણામ વેબસાઇટમાં જાહેર કરાયું હતું. ધો. ૧૦ અને ૧૨ના પરિણામ જાહેર થતાં જ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ હતી અને માર્કેશીટના અભાવે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં આજથી માર્કશીટનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જયારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૦ની માર્કેશીટ આગામી દિવસોમાં વિતરણ કરવામાં આવશે. સંબંધિત શાળાઓને સૂચના આપવા સાથે માર્કેશીટ પહોંચાડવાનું આયોજન હાથ ધરાશે. તેમ આણંદ જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબહેન ત્રિવેદીએ જણાવ્યું છે.
જયારે વિવિધ વિદ્યાશાળાની કોલેજોમાં એડમિશન મેળવવા ફોર્મ ભરવા માટ સરકારે જી-કાસ પોર્ટલની શરૂઆત કરી છે અને ફોર્મ ભરવાની માટે ૧૮ મી મે સુધીની અવધી છે. પરંતુ. ધો. ૧૨ સામાન્ય પ્રવાહની માર્કશીટ હજુ સુધી શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવી નથી. જેના કારણે સ્કૂલો વિદ્યાર્થીઓને એલસી પણ આપ્યા નથી.
જી -કાસ પોર્ટલમાં રજિસ્ટ્રેશન માટે એલસીની જરૂરિયાત હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઇન ફોર્મ ભરવામાં મુશ્કેલી ઉભી થઇ છે.