Get The App

વિરમગામ તાલુકામાં તા.1થી સસ્તા અનાજની દુકાનેથી વિતરણ બંધ કરી દેવાશે

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
વિરમગામ તાલુકામાં તા.1થી સસ્તા અનાજની દુકાનેથી વિતરણ બંધ કરી દેવાશે 1 - image

પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા દુકાનદારોનું પૂરવઠા મંત્રીને અલ્ટીમેટમ

માંગ નહીં સંતોષાય તો રેશન ડીલરો નવેમ્બર-ચલણો નહીં ભરી અસહકારનું આંદોલન શરૃ કરશે

વિરમગામવિરમગામ તાલુકામાં સસ્તા અનાજની દુકાનોના વિવિધ પ્રશ્ને સરકારને વારંવાર રજૂઆત કરાયા છતાં સરકારે દાદ નથી આપી તેમ કહીને ફેરપ્રાઈઝ શોપ દ્વારા પૂરવઠા મંત્રીને પત્ર લખીને તા.૧થી સસ્તા અનાજની દુકાનોએથી વિતરણ બંધ કરવાની જાહેરાત કરાઈ છે. 

જેમાં બાયોમેટ્રીક વેરીફીકેશનનો પરિપત્ર રદ કરવા, કમિશન સમયસર ચૂકવવા, મોંઘવારીમાં નજીવુ કમિશનર વધારવા, વારસાઈ જોગવાઈ, રેશનનો જથ્થો યોગ્ય ગુણવત્તાવાળો હોતો નથી તે સુધારવા અને આવો જથ્થો મેનેજરો પરત લઈ લે તેવી વ્યવસ્થા કરવા, વારંવાર ઓનલાઈન સર્વરમાં ખામીઓ, કોરોના મૃતકોના સહાયના પેન્ડીંગ કેસોનો નિકાલ કરવા સહિત મુદ્દાઓ અંગે સરકારને આવેદન અપાયું હતું જેમાં તા.૧ નવેમ્બરથી આ પડતર માંગણી નહીં સ્વીકારાય તો આગામી નવેમ્બર મહિનાથી અનાજનો જથ્થો ચલણ નહીં ભરીને વિતરણ વ્યવસ્થાથી અળગા રહીને અસહકારનું આંદોલન શરૃ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

વિરમગામ તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો આજે મામલતદાર પાસે ધસી ગયા હતા અને આવેદનપત્ર આપીને પડતર પ્રશ્નો ઉકેલવા ભારપૂર્વક માંગણી કરીને તા.૧-૧૧-૨૦૨૨થી શહેર જિલ્લાના તમામ દુકાનદારો જાહેર વિતરણ વ્યવસ્થાથી સંપૂર્ણ દૂર રહેશે તેમ જણાવ્યું છે.