Get The App

જામનગરના મયુર નગર વિસ્તારમાં રહેતા સાળા-બનેવી વચ્ચે મોબાઈલ ફોનના હપ્તા ભરવા બાબતે તકરાર

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
જામનગરના મયુર નગર વિસ્તારમાં રહેતા સાળા-બનેવી વચ્ચે મોબાઈલ ફોનના હપ્તા ભરવા બાબતે તકરાર 1 - image


Jamnagar Crime : જામનગરમાં મયુર નગર શેરી નંબર એકમાં રહેતા બીપીન ચંદુભાઈ લીંબડ નામના 36 વર્ષના યુવાને પોતાને મોબાઈલ ફોનમાં ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના સાગિતોને ઘરે મોકલાવી તોડ ફોડ કરાવી મકાનમાં નુકસાની પહોંચાડવા અંગે પોતાના બનેવી વિજય કેશુભાઈ વરાણીયા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી બીપીનભાઈ કે જેણે પોતાના બનેવીના પુત્રને 62,000 નો મોબાઇલ ફોન હપ્તેથી અપાવી દીધો હતો. જેના હપ્તા ભરવાના પ્રશ્ને સાળા-બનેવી વચ્ચે તકરાર થઈ હતી. દરમિયાન બનેવીએ પોતાના સાળાને મોબાઈલ ફોનમાં ગાળો આપી હતી, અને પોતાના સાગરીતોને સાળાના ઘરે મોકલાવ્યા હતા. જેઓએ મકાનના દરવાજામાં તેમજ બારીમાં તોડફોડ કરીને નુકસાની પહોંચાડી હતી. જેથી મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોતાના બનેવી તેમજ તેના સાગરીતો સામે ધાક ધમકી અને તોડફોડની ફરિયાદ નોંધાવી છે. 

Tags :