Vadodara : વડોદરા ગોરવા વિસ્તારમાં આવેલી એલેમ્બિક સિટીમાંથી પસાર થતો 18 મીટરનો રોડ કોની માલિકીનો છે? એવો સવાલ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સમક્ષ સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે અહીંના રોડનો ઉપયોગ સામાન્ય નાગરિકો કરી શકે કે નહીં ? અને કરી શકે તો એ માટે કોર્પોરેશન દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવશે? એવા સવાલો ધારાસભ્ય દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવ્યા હતા. જે અંગે મ્યુનિસિપલ કમિશનરે જરૂરી તપાસ કરવાની ખાત્રી ઉચ્ચારી હતી.
શહેરના ગોરવા વિસ્તારમાં ઇનઓર્બીટ મોલની સામે આવેલ એલેમ્બિક સિટીમાંથી પસાર થતો 18 મીટરનો રોડ કોની માલિકીનો છે? તેવો તેવો સવાલ સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આ મામલે કેયુર રોકડિયાએ મ્યુનિસિપલ કમિશનરને જણાવ્યું છે કે, એલેમ્બિક સિટીમાંથી જ્યોતિ કંપની થઈ પંડ્યા બ્રિજ બાજુ બહાર નીકળતા રોડ પર એલેમ્બિક કંપની દ્વારા ગેટ મૂકી દેવામાં આવ્યા છે અને બીજી બાજુ બેરીકેટિંગ પણ કરી દેવામાં આવી છે. જ્યારે ગેંડા સર્કલ પાસે ટ્રાફિક જામ હોય ત્યારે નાગરિકો આ રસ્તાનો ઉપયોગ કરી પંડ્યા બ્રિજ સુધી જવું એમના માટે સરળ છે. ત્યારે ઘણી વખત અહીંના સિક્યુરિટી જવાનો નાગરિકોને રોકતા હોય છે. જાણવા મળ્યા પ્રમાણે, એ જુનો નળિયા રોડ સરકારી ચોપડે નોંધાયેલો છે. એલેમ્બિક કંપનીએ અહીં અંદર વિવિધ પ્રકારના કન્સ્ટ્રક્શન કામ કર્યા ત્યારે તેમણે એસએસઆઈ પર મેળવી છે. જ્યારે કોઈ એફએસઆઇ મેળવે તો એ રસ્તો કોર્પોરેશનને સોંપી દેવો પડે અને ટીપી રોડ જાહેર કરવો પડે તો એસએસઆઇ મળતી હોય છે. હાલ આ સમગ્ર રોડ કોની માલિકીનો છે? એનો કોણ તેનો ઉપયોગ કરી શકે? તે એક તપાસનો વિષય છે. તેથી તેમણે આ મામલે કમિશનર સમક્ષ માંગ કરી છે કે, એલેમ્બિક સીટી અંદરનો આ જૂનો નાળિયા રોડ, હાલનો હયાત રોડ અને એફએસઆઈ મામલે બધી તપાસ કરવા સાથે શું સામાન્ય નાગરિકો આ માર્ગનો ઉપયોગ કરી શકતી કે નહીં? અને જો કરી શકે તો કોર્પોરેશન દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે? એની તપાસની મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કરવામાં આવી છે. જે સામે કમિશનરે આ મામલે ટાઉન પ્લાનિંગ વિભાગને જરૂરી સૂચના પણ આપી હોવાનું જાણવા મળે છે.


