જામનગરમાં બેકાળજીપૂર્વક કાર ચલાવવા બાબતે બે પાડોશીઓ વચ્ચે તકરાર : યુવાન પર 4 પાડોશીઓએ હુમલો કરી માથું ફોડ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરમાં ગુલાબ નગર નજીક સિન્ડિકેટ સોસાયટી વિસ્તારમાં ગઈકાલે ફુલ સ્પીડમાં વાહન ચલાવવા બાબતે બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં એક યુવાન પર તેના ચાર પાડોશીઓએ હુમલો કરી દઇ માથું ફોડી નાખ્યાની તેમજ તેને છોડાવવા માટે વચ્ચે પડેલી માતા અને કાકી કેજે બંને મહિલાઓને પણ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
જામનગરમાં ગુલાબ નગર નજીક સિન્ડિકેટ સોસાયટીમાં રહેતી સવિતાબેન નિલેશભાઈ નકુમ નામની મહિલાએ પોતાના પુત્ર રીપલના માથામાં ધોકો ફટકારી માથું ફોડી નાખવા અંગે પાડોશમાં રહેતા પાર્થ જીતુભાઈ પરમાર, પરેશ છગનભાઈ પરમાર, ભરત છગનભાઈ પરમાર, અને તરુણાબેન છગનભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.
જ્યારે ઇજાગ્રસ્ત યુવાનનું માથું ફૂટી ગયું હોવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં માથામાં છ ટાંકા લેવા પડ્યા છે. ઇજાગ્રસ્ત યુવાન રીપલને છોડાવવા માટે વચ્ચે પડેલી તેની માતા સવિતાબેન તથા કાકી જાગૃતીબેન કે જે બંનેને પણ માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસ તમામ આરોપીઓને શોધી રહી છે.








