Gujarat

જામનગરના રણજીત નગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક મહિલા પર હુમલો, પાડોશી દંપતી સામે ફરિયાદ

By GS TEAM
16 Oct 20251 min read
TukuTouch Logo
જામનગરના રણજીતનગર હુડકો વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને એક મહિલા પર તેમના પાડોશમાં જ રહેતા દંપતિએ ધોકાવડે હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના રણજીત નગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક મહિલા પર હુમલો, પાડોશી દંપતી સામે ફરિયાદ

Jamnagar Crime : જામનગરના રણજીતનગર હુડકો વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને એક મહિલા પર તેમના પાડોશમાં જ રહેતા દંપતિએ ધોકાવડે હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

જામનગરના રણજીત નગર હુડકો વિસ્તારમાં રહેતી છાયાબેન ભગવાનજીભાઈ પિઠીયા નામની 50 વર્ષની મહિલાએ પોતાના ઉપર ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પાડોશમાં ભાડેથી રહેતા ધ્રુવાબા ચુડાસમા અને અર્જુનસિંહ ચુડાસમા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મહિલા તથા અન્ય પાડોશીઓ, કે જેઓએ અર્જુનસિંહના મકાન માલિક ભરતભાઈ ગોસ્વામી વિરુદ્ધ અરજી કરી હતી, અને ભાડુઆત સંબંધે તેમાં ઉલ્લેખ કર્યો હતો. જેનું મનદુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.