Get The App

જામનગરમાં બે પાડોશી મહિલાઓ વચ્ચે તકરાર : મહિલા પર ચારિત્ર્યની શંકા કરી પાડોશી મહિલા-પુત્રનો ધોકા વડે હુમલો

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
જામનગરમાં બે પાડોશી મહિલાઓ વચ્ચે તકરાર : મહિલા પર ચારિત્ર્યની શંકા કરી પાડોશી મહિલા-પુત્રનો ધોકા વડે હુમલો 1 - image


Jamnagar : જામનગરમાં અંધ આશ્રમ આવાસ કોલોની વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને એક મહિલા પર તેના પાડોશમાં રહેતી મહિલા અને તેના પુત્રએ ચારિત્ર્યની શંકાના આધારે માથામાં ધોકો ફટકારી ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસના નોંધાવાઈ છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર રંજનબેન અશોકભાઈ ગુઢકા નામની 50 વર્ષની મહિલાએ પોતાના માથામાં ધોકો ફટકારી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતી ગુલાબબા નીરૂભા જાડેજા, અને તેના પુત્ર રાજ ઉર્ફે લાલિયો નીરૂભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે, જયારે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

 પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલા કે જેણે પાડોશમાં રહેતી હુમલાખોર મહિલા ગુલાબબાના પતિ નિરૂભા જાડેજા કે જેને પોતાના ભાઈ માનેલા હોવા છતાં બંને આરોપીઓએ ચારિત્ર્ય અંગે શંકા કરીને આ હુમલો કરી દીધાનું જાહેર કરાયું છે.

 ઉપરાંત પોલીસ ફરિયાદ ન કરે તે માટે જી.જી. હોસ્પિટલમાં તેમજ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પણ આવીને ધાકધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે, જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

Tags :