Gujarat

જામનગરમાં બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતીના મામલે તકરાર : કુહાડીના ચાર-પાંચ ઘા ઝીંકી દેતાં વેપારી યુવક ઘાયલ

By GS TEAM
8 Dec 20251 min read
TukuTouch Logo
એક એગ્રોના વેપારી ઉપર તેના જ મિત્રએ કુહાડીને ચાર પાંચ ઘા ઝીંકી દેતાં વેપારીને હોસ્પિટલમાં ખસેડાયા : હુમલા અંગે પોલીસ ફરિયાદ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતીના મામલે તકરાર : કુહાડીના ચાર-પાંચ ઘા ઝીંકી દેતાં વેપારી યુવક ઘાયલ

Jamnagar Crime : જામનગરમાં ખંભાળિયા બાયપાસ પાસે મધુવન બંગ્લોઝમાં રહેતા બે વેપારી મિત્રો વચ્ચે પૈસાની લેતીદેતીના મામલે તકરાર થઈ હતી, અને એક એગ્રોના વેપારી ઉપર તેનાજ મિત્રએ કુહાડીના ચાર પાંચ ઘા ઝીંકી દેતાં વેપારી ઇજાગ્રસ્ત બન્યા છે, અને વેપારી હાલ જીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જે હુમલાના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

આ હુમલાના બનાવ અંગેની વિગતો એવી છે કે જામનગરમાં ખંભાળિયા બાયપાસ રોડ પાસે મધુવન બંગલોઝમાં રહેતા અને એગ્રોની દુકાન ચલાવતા દેશૂરભઈ કરસનભાઈ ભાટિયા નામના 39 વર્ષના વેપારી યુવાને પોતાના ઉપર કુહાડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના જ મિત્ર નગાભાઈ જગાભાઈ કરમુર સામે ફરિયાદ નોંધાવી છે. જેઓને હાથમાં, કોણીમાં આંગળીમાં કુહાડીના ઘા વાગ્યા હોવાથી હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે, અને કુલ છ ટાંકા લેવા પડ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવાયા અનુસાર ફરિયાદીએ પોતાના મિત્ર એવા નગાભાઈને સંબંધ આવે અગાઉ 95 લાખ રૂપિયા આપ્યા હતા, જે રૂપિયા પરત કરતા ન હોવાથી તેની સામે પોલીસ કેસ કરવામાં આવ્યો હતો. જોકે પાછળથી રકમ પરત ચૂકવી દીધી હતી' પરંતુ તે વાતનું મનદુઃખ રાખીને ગઈકાલે કુહાડી વડે હીંચકારો હુમલો કરી દેતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.