Gujarat

જામનગરમાં સોલર ફીટ કરવાના મામલે વેપારી અને ગ્રાહક વચ્ચે તકરાર : બંને પક્ષે સામ સામે હુમલાની ફરિયાદ

By GS TEAM
3 Jul 20251 min read
TukuTouch Logo
જામનગરમાં અંબર સિનેમા રોડ પર મોનાલીસા કોમ્પ્લેક્ષમાં આવેલી સોલાર રૂફટોપ યોજનાની એજન્સીની ઓફિસમાં વેપારી અને ગ્રાહક વચ્ચે ગઈકાલે તકરાર થઈ હતી, અને સોલાર ફીટ કરવાના મામલે બંને પક્ષે સામ સામે મારામારી થયાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં સોલર ફીટ કરવાના મામલે વેપારી અને ગ્રાહક વચ્ચે તકરાર : બંને પક્ષે સામ સામે હુમલાની ફરિયાદ

Jamnagar Crime : જામનગરમાં અંબર સિનેમા રોડ પર મોનાલીસા કોમ્પ્લેક્ષમાં આવેલી સોલાર રૂફટોપ યોજનાની એજન્સીની ઓફિસમાં વેપારી અને ગ્રાહક વચ્ચે ગઈકાલે તકરાર થઈ હતી, અને સોલાર ફીટ કરવાના મામલે બંને પક્ષે સામ સામે મારામારી થયાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 જામનગરમાં સીતારામ સોસાયટીમાં રહેતા અને અંબર સિનેમા રોડ પર મોનાલીસા કોમ્પ્લેક્સમાં સોલાર યોજનાને લગતી ઓફિસ ધરાવતા કાનાભાઈ મેરામણભાઇ બડીયાવદરા નામના વેપારીએ પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે નુરીપર વિસ્તારમાં રહેતા ફિરોજ ઓસમાણભાઈ દલ સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીની ઓફિસમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા સોલાર ફીટ કરવા માટેનું કામ રખાયું હતું, જે સોલાર ફીટ કરવામાં વિલંબ થયો હોવાથી ગ્રાહક ફિરોજ દલ ઉપરોક્ત ઓફિસે પહોંચી ગયા હતા, અને હંગામો મચાવી વેપારી સાથે તકરાર કરી તેના ઉપર હુમલો કરી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તેની સામે ફરિયાદ નોંધાવાઇ છે.

 આ ઉપરાંત સામા પક્ષે પણ ફિરોજ ઓસ્માણભાઈએ પોતાના ઉપર હુમલો કરવા અંગે વેપારી કાનાભાઈ મેરામણભાઇ સામે વળતી ફરિયાદ નોંધાવી છે.