જામનગરના અંધાશ્રમ વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક મહિલા પર હુમલો, ત્રણ પાડોશી સામે ફરિયાદ
Jamnagar : જામનગરમાં અંધ આશ્રમ નજીકના વિસ્તારમાં રહેતી પાડોશી મહિલાઓ વચ્ચે ડખો થયો હતો જૂની અદાલતના કારણે એક મહિલા પર તેના પાડોશમાં જ રહેતી બે મહિલા સહિત ત્રણ શખ્સોએ હુમલો કરી દેતાં નાકમાં ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંધ આશ્રમ નજીક રહેતી સગુફાબેન મુજમીલભાઈ શેખ નામની 30 વર્ષની યુવતીએ પોતાના ઉપર પથ્થર અને ધોકા વડે હુમલો કરી ઘૂંટણમાં અને નાકમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતી રેશમાબેન ઉર્ફે મુમતાઝ હનીફભાઈ આલા, હનીફ ઈબ્રાહીમ આલા, અને સાનિયા હનીફ આલા વગેરે પતિ પત્ની અને પુત્રી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના પુત્ર સમીર અને આરોપી તાન્યા સાથે અગાઉ તકરાર થઈ હતી, તેનું મનદુઃખ રાખીને આ હુમલો કરી ફેક્ચર કરી નાખ્યાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. જેમાં ફરિયાદી મહિલા સગુફાબેનને ફેક્ચર સહિતની ઈજા થઈ હોવાથી સારવાર આપવી પડી રહી છે. જે સમગ્ર મામલે સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.