Get The App

4 વર્ષ અગાઉ 225 કરોડના ખર્ચે બનેલા ડીસાના સૌથી મોટા એલિવેટેડ ઓવર બ્રિજમાં 10-12 ફૂટના ગાબડાં

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
4 વર્ષ અગાઉ 225 કરોડના ખર્ચે બનેલા ડીસાના સૌથી મોટા એલિવેટેડ  ઓવર બ્રિજમાં 10-12 ફૂટના ગાબડાં 1 - image


Disa Overbridge: વડોદરા જિલ્લામાં ગંભીરા પુલ તુટી પડવાની ઘટના બાદ રાજ્યભરમાં નબળા પુલો અને ઓવર બ્રિજની ગુણવાા પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ડીસામાં રૂ. 225 કરોડના ખર્ચે 2021 માં બનેલા અને રાજ્યના સૌથી મોટો ગણાતો 3.75 કિલોમીટર લાંબો એલિવેટેડ ઓવર બ્રિજની સ્થિતિ ચોમાસા દરમિયાન ચિંતાનો વિષય બની છે.

હાલમાં આ એલિવેટેડ બ્રિજ પર ઠેર ઠેર 10-12 ફૂટના ગાબડા પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. તો બીજી તરફ આ બ્રિજ પર વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ભારે વરસાદમાં બ્રિજના 108 નં. પિલરના જોઇન્ટસમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી પડતુ જોવા મળે છે. જાણે કે ધોધ પડી રહ્યો હોય તેવું લાગે છે. જેના લીધે નીચે ચાલતા વાહનો અને રાહદારીઓને પાણી પડતા હાલાકી વેઠવી પડે છે. જયારે વરસાદ પડે ત્યારે બ્રિજ ઉપર પણ પાણી ભરાવાની સમસ્યા વારંવાર જોવા મળે છે. 

બ્રિજની બિસ્માર હાલત, વારંવાર મોટા ખાડાં પડવા વાહન ચાલકો માટે જોખમી છે. માનવસર્જીત આ જોખમ નિવારવા કે ડામવા સરકાર તરફથી કોઇ પગલાં લેવાતા નથી અને પેટનું પાણી પણ હલતું નથી !!

ડીસામાં ચાર વર્ષ અગાઉ બનેલા આ બ્રિજ પરથી દર વર્ષે ડામરનો રસ્તો ધોવાઈ જાય છે. અને ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડે છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તેનું કાર્ય કામચલાઉ ધોરણે કરવામાં આવે છે. ત્યારે વરસાદ પડતાની સાથે જ રસ્તો ધોવાઈ જાય છે.

Tags :