Gujarat

મહીસાગરમાં વરસાદી નવું પાણી ઉમેરાતા વડોદરા શહેરના પશ્ચિમ-ઉત્તર વિભાગમાં ડોહળું પાણી આવવાની શરૂઆત

By GS TEAM
26 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેરના પાણીના મુખ્ય સ્ત્રોત ગણાતા મહીસાગર નદીમાં વરસાદનું નવા પાણીનો ઉમેરો થતાં ડોહળું પાણી આવવાની શરૂઆત થઈ છે જેને ધ્યાનમાં રાખી વડોદરા કોર્પોરેશન સત્તાવાળાઓએ જાહેર સૂચના આપી ડોહળું પાણી ઉકાળીને પીવું જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

મહીસાગરમાં વરસાદી નવું પાણી ઉમેરાતા વડોદરા શહેરના પશ્ચિમ-ઉત્તર વિભાગમાં ડોહળું પાણી આવવાની શરૂઆત

Vadodara : વડોદરા શહેરના પાણીના મુખ્ય સ્ત્રોત ગણાતા મહીસાગર નદીમાં વરસાદનું નવા પાણીનો ઉમેરો થતાં ડોહળું પાણી આવવાની શરૂઆત થઈ છે જેને ધ્યાનમાં રાખી વડોદરા કોર્પોરેશન સત્તાવાળાઓએ જાહેર સૂચના આપી ડોહળું પાણી ઉકાળીને પીવું જોઈએ.

વડોદરા શહેરમાં રાયકા-દોડકા ફ્રેન્ચવેલ પરથી પાણી મેળવતી વિવિધ ટાંકીઓના પાણીમાં ડહોળાશ જણાય છે. જેથી આ ટાંકી પરથી પાણી મેળવતા વિસ્તારના નાગરિકોને પાણીમાં ફટકડી નાખીને ઠારી, ગાળીને તથા પાણીને ઉકાળીને ઉપયોગમાં લેવાની સલાહ પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવી છે. 

હાલમાં ચોમાસાની ઋતુ છલકાઇ રહી છે ત્યારે શહેરના કેટલાક વિસ્તારમાં મળતું મહીસાગર નદીનું પાણી વરસાદી મોસમના કારણે નદીમાં આવેલા નવા નિર્માણના કારણે સામાન્ય ડહોળાશ વધી છે. પરિણામે રાયકા દોડકાથી પાણી મેળવતી વિવિધ ટાંકીઓ જેવી કે, સમા ટાંકી, છાણી ટાંકી, કારેલીબાગ ટાંકી, ખોડીયાર નગર બુસ્ટર, એરપોર્ટ બુસ્ટર, વારસિયા બુસ્ટર, આજવા ટાંકી, પાણીગેટ ટાંકી, પૂનમનગર સયાજીબાગ ટાંકી, જેલ રોડ ટાંકી, બકરાવાડી બુસ્ટર અને લાલવાગ ટાંકી સહિતની ટાંકીઓના પાણીમાં સામાન્ય દવા જણાય છે. જેથી આ ટાંકી પરથી પાણી મેળવતા વિસ્તારના નાગરિકોને પાણીમાં ફટકડી નાખી, ઠારીને ગાળ્યા બાદ ઉકાળીને પાણી ઉપયોગમાં લેવા પાલિકા તંત્રના પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.