Get The App

ધ્રાંગધ્રા સરકારી લાઇબ્રેરી બહાર ગંદકીનું સામ્રાજ્યઃ લોકોને હાલાકી

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રા સરકારી લાઇબ્રેરી બહાર ગંદકીનું સામ્રાજ્યઃ લોકોને હાલાકી 1 - image

પાલિકાને રજૂઆત છતાં નિયમિત સફાઈનો અભાવ

રાત્રીના સમયે શાકભાજીની હરાજી કરતા વેપારીઓ કચરો ઠાલવતા હોવાની ફરિયાદ

ધ્રાંગધ્રાધ્રાંગધ્રાની ચરમાળીયા ગ્રાઉન્ડ ખાતે આવેલ સરકારી લાઇબ્રેરીની બહાર કચરા અને ગંદકીના કારણે વાંચક વર્ગ મુશ્કેલી અનુભવી રહ્યો છે. પાલિકાની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે.

ધ્રાંગધ્રાની સરકારી લાઇબ્રેરીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો વાંચન માટે આવે છે, પરંતુ લાઇબ્રેરી બહાર ચારે તરફ ગંદકી અને કચરાના ઢગ ખડકાયેલા રહે છે. રાત્રિના સમયે શાકભાજીની હરાજી કરતા વેપારીઓ જાહેરમાં કચરો ઠાલવતા હોવાની મુખ્ય ફરિયાદ છે, જેના કારણે વાંચકોને લાઇબ્રેરી આવવામાં ખચકાટ થાય છે.

લાઇબ્રેરીના સત્તાધીશો દ્વારા નિયમિત સફાઈ માટે નગરપાલિકાના સેનિટેશન વિભાગને અનેક વખત રજૂઆતો કરવા છતાં માત્ર એક-બે દિવસ જ સફાઈ થાય છે. વેપારીઓને કચરો જાહેરમાં ન નાખવા માટે અલ્ટીમેટમ આપવા છતાં તંત્ર કોઈ કડક કાર્યવાહી કરતું નથી. આખરે, લાઇબ્રેરીમાં આવતા વાંચક વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના પગલે તંત્ર નિયમિત સફાઈ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે.