Get The App

લીંબડી તાલુકા પંચાયત કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
લીંબડી તાલુકા પંચાયત કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય 1 - image

સ્વચ્છતાના નામે ભ્રષ્ટાચારના આક્ષેપ

પંચાયતના બોર્ડ પર ધૂળના થર જામ્યા ઃ કચેરીની બહાર કચરાના ઢગ ખડકાયા

લીંબડીલીંબડીમાં ડા. બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુથી તાલુકા પંચાયત કચેરી અને કોર્ટ પાછળના માર્ગોે પર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જે કચેરીમાં પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ આવે છે, તેના જ પ્રાંગણમાં કચરો અને ધૂળના થર જામ્યા છે, જેના કારણે પંચાયતનું બોર્ડ પણ દેખાતું બંધ થયું છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા તંત્રની આળસને કારણે છેલ્લા ઘણા સમયથી સફાઈ થઈ નથી. સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે લાખોની ગ્રાન્ટ અપાય છે, પરંતુ શહેરમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હોવાથી આ ગ્રાન્ટનો ભ્રષ્ટાચાર થતો હોવાની શંકા સેવાઈ રહી છે. ગંદકીને કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે લોકો પૂછી રહ્યા છે કે, જે તંત્ર પોતાનું આંગણું સ્વચ્છ નથી રાખી શકતું, તે શહેરની સફાઈ કેવી રીતે કરશે? રહીશોએ વહેલી તકે સફાઈ હાથ ધરવા ઉગ્ર માંગ કરી છે.