Gujarat
જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ પર માંડવી ટાવર પાસેના રાજાશાહી વખતનો જુનો દરવાજો કે જેનો જર્જરિત હિસ્સો દૂર કરાયો
By GS TEAM
24 Jun 20251 min read
જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ પર માંડવી ટાવર પાસે જૂની કચેરી વાળો રાજાશાહી વખતનો જુનો ડેલો, કે જેમાં કેટલોક ભાગ જર્જરિત બની ગયો હતો, અને જોખમી રીતે નીચે પડી રહ્યો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ પર માંડવી ટાવર પાસે જૂની કચેરી વાળો રાજાશાહી વખતનો જુનો ડેલો, કે જેમાં કેટલોક ભાગ જર્જરિત બની ગયો હતો, અને જોખમી રીતે નીચે પડી રહ્યો હતો.
જે અંગેની જાણકારી મળતાં જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ વિભાગની ટીમ આજે સવારે જર્જરિત હિસ્સો દૂર કરવા માટે પહોંચી ગઈ છે. અને એક જેસીબી મશીન અને ત્રણ ટ્રેક્ટરની મદદથી જુનવાણી દરવાજાના કેટલાક જોખમી ભાગને દૂર કરીને સેઈફ સ્ટેજે લઈ જવાની કાર્યવાહી ચાલી રહી છે.
ચાલુ વરસાદની સિઝનમાં તેમાંથી ક્યારેક પથ્થર વગેરે પડતા હોવાથી સલામતીને ભાગરૂપે જામનગર મહાનગર પાલિકા દ્વારા આ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.