Get The App

અમદાવાદના માણેકચોકમાં 3 માળનું જર્જરિત મકાન ધરાશાયી, એક મહિલા ઈજાગ્રસ્ત

Updated: Mar 24th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના માણેકચોકમાં 3 માળનું જર્જરિત મકાન ધરાશાયી, એક મહિલા ઈજાગ્રસ્ત 1 - image

Building Collapses in Ahmedabad: અમદાવાદના માણેક ચોકની ઘાંચીની પોળમાં ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું છે. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ, એએમસીની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ મકાનના કાટમાળ નીચે દબાયેલી એક મહિલાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. હાલ ત્યાં અન્ય કોઈ દટાયું તો નથી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.

મકાન ધરાશાયી થતા આસપાસના લોકોમાં ફફડાટ

મળતી માહિતી અનુસાર, શહેરમાં માણેકચોકની ઘાંચીની પોળમાં ત્રણમાળનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં 50 વર્ષીય મહિલાને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. આ મકાન ધરાશાયી દુર્ઘટના થવા પાછળના કારણો હજુ સુધી સામે આવ્યા નથી. નોંધનીય છે કે, આવા ગીચ અને ભરચક વિસ્તારમાં દિવસ દરમિયાન મકાન ધરાશાયી થવાની દુર્ઘટના બનતા આસપાસના સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઘાંચીની પોળમાં ધરાશાયી મકાન જર્જરિત હતું કે પછી તેની આસપાસ કોઈ કામગીરી કરવામાં આવતી હતી તે અંગે તપાસ કરવામાં આવશે.


અમદાવાદના માણેકચોકમાં 3 માળનું જર્જરિત મકાન ધરાશાયી, એક મહિલા ઈજાગ્રસ્ત 2 - image