Gujarat

વડોદરા જિલ્લાની સૌથી મોટી અને જૂની સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલના ડિજિટલ ટ્રાન્જેક્શન વર્ષમાં બમણા થયા

By GS TEAM
16 Jun 20261 min read
TukuTouch Logo
113મી એજીએમમાં ત્રણ જિલ્લાની મંડળીઓના 500થી વધુ પ્રતિનિધિ હાજર રહ્યા

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લાની સૌથી મોટી અને જૂની સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલના ડિજિટલ ટ્રાન્જેક્શન વર્ષમાં બમણા થયા

Vadodara : વડોદરા જિલ્લાની સૌથી જૂની અને સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલ બેન્કની આજે મળેલી 113 મી એજીએમમાં બેંકની પ્રગતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. 

129 કરોડની ખોટ કરતી બેંક વર્ષ 2021 થી નફો કરતી થઈ છે અને આ વર્ષે 16.21 કરોડનો ચોખ્ખો નફો મેળવવી ગત વર્ષ કરતાં એક ટકો વધુ ડિવિડન્ડ એટલે તે 10% ડિવિડન્ડ જાહેર કર્યું છે. 

વડોદરા ખાતે મળેલી એજીએમમાં વડોદરા,છોટાઉદેપુર તેમજ નર્મદા જિલ્લાની મંડળીઓના 500થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા છે હતા. બેંકના ચેરમેન રાજુભાઇ પટેલે એજીએમમાં કહ્યું હતું કે ગત વર્ષે બેંકની થાપણો રૂ.18 01 કરોડ હતી તે વધીને 2112 કરોડ થઈ છે. જ્યારે કિરણ 897 કરોડ થી વધીને 1023 કરોડ, પાક ધિરાણ 395 કરોડથી વધીને 498 કરોડ અને બેંકનું નેટવર્થ 151 કરોડથી વધી 170 કરોડ થયું છે. 

નોંધપાત્ર બાબત એ છે કે ગત વર્ષે બેંકના ઓનલાઇન ટ્રાન્ઝેક્શન 84 લાખ હતા તે વધીને 149 લાખ થયા છે. ત્યારે ગત વર્ષે 16 એટીએમ હતા તે આ વર્ષે 34 થયા છે. બેંક દ્વારા શેગવા ભીલાપુર,હાડોદ અને મહુવડ ખાતે 4 નવી બ્રાન્ચ ખોલવામાં આવી છે.