Get The App

આતંકવાદીએ તમારા નામે 242 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા છે, વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 1.82 કરોડ પડાવ્યા

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
આતંકવાદીએ તમારા નામે 242 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા છે, વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 1.82 કરોડ પડાવ્યા 1 - image


Vadodara Crime News: સરકાર અને પોલીસ દ્વારા વારંવાર જાગૃતિ ફેલાવવા છતાં, ‘ડિજિટલ એરેસ્ટ’ના નામે ઠગાઈના કિસ્સા અટકવાનું નામ નથી લઈ રહ્યા. વડોદરાના ભૂતડી ઝાપા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાને આતંકવાદી કનેક્શન અને મની લોન્ડરિંગના નામે ડરાવી, ભેજાબાજોએ રૂ. 1.82 કરોડની રકમ પડાવી લીધી છે. સાયબર સેલે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તમારા સીમકાર્ડ સામે 39 કેસ થયા છે.. કોલાબા પોલીસ સાથે વાત કરો

વડોદરાના ભૂતડી જાપા વિસ્તારમાં રહેતી મહિલા ઉપર ચોથી ડિસેમ્બરે એક અજાણ્યા સક્ષનો ફોન આવ્યો હતો અને તેણે આધાર કાર્ડ ઉપર બીજું સિમ કાર્ડ થયું હોવાની વાત કરી હતી. ઠગે કહ્યું હતું કે, તમારા સિમ કાર્ડ સામે 39 કેસ થયા છે એટલે તમારે કોલાબા પોલીસ સાથે વાત કરવી પડશે.

આ પણ વાંચો: અમદાવાદના વૃદ્ધ ડિજિટલ બન્યા અરેસ્ટનો શિકાર, ચાઇલ્ડ પોર્નોગ્રાફીના ખોટા કેસનો ડર બતાવી 20 લાખ પડાવ્યા

પીઆઈ સંદીપ રાવે કહ્યું, 'કેનેરા બેન્કમાં તમારું એકાઉન્ટ ખુલ્યું છે'

પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ રાવ તરીકે ઓળખ આપનાર ઠગે મહિલા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. ઠગ પોલીસના યુનિફોર્મમાં હતો અને તેની પાછળ પોલીસનો લોગો તથા ઓફિસ જેવો જ માહોલ દેખાતો હતો. તેણે મહિલાને ધમકાવતા કહ્યું કે, "તમારા કેનેરા બેંકના ખાતામાં આતંકવાદી સાલેમ દ્વારા 243 કરોડના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે અને બદલામાં તમને 2% કમિશન મળ્યું છે."

આ પુરાવા તરીકે ઠગોએ વૉટ્સએપ પર બનાવટી બેંક સ્ટેટમેન્ટ અને સુપ્રીમ કોર્ટની નકલી નોટિસ પણ મોકલી હતી. 

પોલીસ સ્ટેશન જેવો જ માહોલ ઊભો કરી ડરાવ્યા

પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ રાવ તરીકે ઓળખ આપનાર ઠગે મહિલા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. ઠગ પોલીસના યુનિફોર્મમાં હતો અને તેની પાછળ પોલીસનો લોગો તથા ઓફિસ જેવો જ માહોલ દેખાતો હતો. તેણે મહિલાને ધમકાવતા કહ્યું કે, "તમારા કેનેરા બેંકના ખાતામાં આતંકવાદી સાલેમ દ્વારા 243 કરોડના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે અને બદલામાં તમને 2% કમિશન મળ્યું છે." પુરાવા તરીકે ઠગોએ વૉટ્સએપ પર બનાવટી બેંક સ્ટેટમેન્ટ અને સુપ્રીમ કોર્ટની નકલી નોટિસ પણ મોકલી હતી.

ઠગોએ નેશનલ સિક્યુરિટીનો હવાલો આપી મહિલાને ડરાવી દીધી હતી કે આ વાત કોઈને કહેવી નહીં, નહીંતર મુશ્કેલીમાં મુકાશો. તેમને 'ડિજિટલ હોમ એરેસ્ટ' હેઠળ રાખવામાં આવ્યા હોવાનું કહી, ઘરની બહાર નીકળતી વખતે જાણ કરવાની ફરજ પાડી હતી. એટલું જ નહીં, વિદેશમાં રહેતી તેમની બહેન પણ આ કેસમાં ફસાઈ જશે તેવી ધમકી આપી મહિલાને માનસિક દબાણમાં રાખવામાં આવી હતી.

તપાસના નામે ₹1.82 કરોડ પડાવ્યા

ઠગોએ વૃદ્ધાને વિશ્વાસમાં લીધા કે જો તેઓ નિર્દોષ હોય, તો તેમણે પોતાની તમામ બચત, એફડી (FD) અને રોકાણની રકમ વેરિફિકેશન માટે RBIના ખાતામાં ટ્રાન્સફર કરવી પડશે. તપાસ પૂરી થયા બાદ આ રકમ પરત મળી જશે તેવી ખાતરી આપી હતી. ડરના માર્યા મહિલાએ જુદા જુદા ખાતાઓમાં કુલ રૂ. 1.82 કરોડ ટ્રાન્સફર કરી દીધા. ઠગો પણ વિશ્વાસ જીતવા માટે સામે રસીદો (Receipts) મોકલતા રહ્યા હતા.

કેવી રીતે ફૂટ્યો ભાંડો?

1.82 કરોડ પડાવ્યા બાદ પણ ઠગોની લાલચ અટકી નહોતી. તેમણે વૃદ્ધાની અન્ય એક ફિક્સ ડિપોઝિટ (FD) તોડાવવા માટે દબાણ કર્યું. પરંતુ, તે FD લોકિંગ પિરિયડમાં હોવાથી મહિલાએ તોડવાનો ઇનકાર કર્યો હતો. ઠગો દ્વારા સતત થતી ઉઘરાણી અને દબાણથી કંટાળીને અંતે મહિલાએ તેના ભાઈને આખી વાત જણાવી હતી. ભાઈને જાણ થતા જ આ આખી પ્રક્રિયા 'ડિજિટલ એરેસ્ટ'નું કૌભાંડ હોવાનું સામે આવ્યું હતું અને તુરંત સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.