અમદાવાદ, ગુરુવાર
કૃષ્ણનગર વિસ્તારમાં નિકોલ ખાતે રહેતા વૃદ્ધ સાથે ડિઝિટલ એરેસ્ટનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યા છે. જેમાં ખાસ કરીને સાયબર ગઠિયાએ ફોન કરીને પોતે એટીએસનો એસપી હોવાનું જણાવીને તમે દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં તમારા મોબાઇલનો ઉપયોગ થયો છે કહીને ડરાવી ધમકાવીનેે રૃા. ૯૯ હજાર પડાવ્યા હતા. દિલ્હી હાઇકોર્ટ ન આવવું હોય તો રૃપિયા ટ્રાન્સફર કરો કહીને રૃપિયા મેળવ્યા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિડિયો કોલમાં ડરાવી ધમકાવી રૃપિયા મેળવી રસીદ મોકલી ફોન કાપી નાખ્યો કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
નિકોલ-નરોડા રોડ પરની સોસાયટીમાં રહેતા વૃદ્ધે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૮ના રોજ અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે એટીએસ એસપીની આપીને દિલ્હી બ્લાસ્ટમાં અલગ અલગ સીમકાર્ડ, પાસબુક મળી આવી છે. જેમાં તમારો નંબર દિલ્હી બ્લાસ્ટ કેસમાં ઉપયોગ થયો છે. તેમજ તમારા બેન્ક એકાઉન્ટમાં આતંકવાદીઓએ રૃા.૮૦ લાખ ટ્રાન્સફર કર્યા છે.
ત્યારબાદ કોર્ટનો હુકમ, એરેસ્ટ વોરંટ જેવા બોગસ ડોક્યુમેન્ટ વોટ્સએપ કર્યા બાદ વૃદ્ધને વિડીયો કોલ કર્યો તેમાં વર્ધી પહેરેલ શખ્સે લાલ કિલ્લા પોલીસ સ્ટેશનના પીએસઆઇની ઓળખ આપીને દિલ્હી હાઇકોર્ટમાં આવવું પડશે કહીને ઓનલાઇન રૃા.. ૯૯ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા.


