Gujarat
હળવદથી સરા વચ્ચે દિઘડીયાની નદી બે કાંઠે વહેતી, વાહન વ્યવહાર બંધ
By GS TEAM
18 Jun 20251 min read

હળવદ તાલુકાના શકિતધામ દિઘડીયા બ્રાહ્મણી નદી રોદ્રસ્વરૃપ, આજુબાજુના વિસ્તારો સંપર્ક વિહોણા
હળવદ- હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ધમળી નાખ્યું છે ત્યારે સોમવાર રાત્રિના હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાએ દે ધના ધન ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેના પગલે હળવદ-સરા વચ્ચે આવેલી દિધડિયા ગામની બ્રાહ્મણી નદી બે કાંઠે ત્રણ ફૂટ પાણીથી વહેવા લગતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો અને દીઘડીયા તેમજ આજુબાજુના ગામ લોકો સંપર્ક વિહોણા બની ગયા હતા. ઉપરવાસમાં રાત્રીના સમયે સારો વરસાદ થતાં બ્રાહ્મણી નદીમાં ૩ ફુટ ઉપરથી પાણી વહેતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો.
વાહન ચાલકો પરેશાન બન્યા હતા,હળવદ સરા ને જોડતો રસ્તો સંપૂર્ણ બ્લોક થતા વહાન વ્યવહાર સુપર્ણ બંધ રહ્યો હતો. જેના કારણે આજુબાજુનું લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.









