Get The App

બોમ્બ વિસ્ફોટની ધમકીભર્યા મેલના IP એડ્રેસ વિદેશના હોવાથી આરોપીઓ સુધી પહોંચવું મોટો પડકાર

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
બોમ્બ વિસ્ફોટની ધમકીભર્યા મેલના IP એડ્રેસ વિદેશના હોવાથી આરોપીઓ સુધી પહોંચવું મોટો પડકાર 1 - image

વડોદરાઃ વડોદરા સહિતના અનેક સ્થળોએ ધમકી ભર્યા મેલની તપાસમાં આરોપીઓ સુધી  પહોંચવામાં પોલીસ ખૂબ અડચણ અનુભવી રહી છે.

લાંબા સમયથી વડોદરા સહિતના અનેક સ્થળોએ સરકારી કચેરીઓ,એરપોર્ટ,સ્કૂલો જેવા સ્થળોએ બોમ્બ કે આરડીએક્સ મૂકવામાં આવ્યા છે તેવી ધમકી આપતા મેલ અવારનવાર મળતા હોય છે.મેલ બોગસ હોવા છતાં પોલીસ દ્વારા ગંભીર નોંધ લઇને તપાસ કરવામાં આવતી હોય છે.જેને કારણે સ્કૂલોનું શિક્ષણ કાર્ય તેમજ ઓફિસોનું કામકાજ પણ ખોરવાતું હોય છે.

અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં ૧૫ થી વધુ ધમકીના મેલ મળ્યા છે.જેની તપાસ જુદાજુદા પોલીસ સ્ટેશન અને સાયબર સેલ દ્વારા કરવામાં આવી રહી છે.પરંતુ આ મેલ મોકલનારા સુધી પોલીસનો હાથ પહોંચી શકતો નથી.

ધમકીના મોટાભાગના મેલનું આઇપી એડ્રેસ વિદેશનું મળતું હોય છે.જેને કારણે પોલીસની તપાસ પર બ્રેક વાગી રહી છે.વળી ધમકી આપનારાનો ઇરાદો માત્ર હેરાનગતિ કરવા સિવાય કોઇ નહિ હોવાનું પણ સાબિત થયું છે.આમ છતાં પોલીસ કે જુદીજુદી એજન્સીઓ તેમનું કાંઇ  બગાડી શકતા નથી અને તેથી આવા તત્વોની હિંમત વધી રહી છે.