વિવિધ જાહેરખબર એજન્સી પાસેથી ૯૨ કરોડની બાકી રકમ વસુલવા નવા એડવોકેટની નિમણૂંક કરાશે

અમદાવાદ,બુધવાર,2 જુલાઈ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિવિધ જાહેરખબર એજન્સીઓ
પાસેથી ખાનગી અને ટેન્ડર સાઈટ ઉપર હોર્ડીંગ્સ મુકવા પેટે રુપિયા ૯૨ કરોડ વસૂલવાના
બાકી છે.મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ નિમેલા એડવોકેટ રુબરુ હાઈકોર્ટમાં હાજર ન
રહેતા કોર્ટે યથાવત સ્થિતિ જાળવી રાખવા ઓર્ડર કર્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ષ-૨૦૧૭થી જાહેરખબર એજન્સીઓ
પાસેથી મુદ્દલ અને વ્યાજ સહીત ૯૨ કરોડની
વસૂલાત કરવા ચાલતી કાયદાકીય કાર્યવાહી માટે એક સિનિયર એડવોકેટના પુત્રની નિમણૂંક
કરી હતી. જેમણે જાહેરખબર અંગેની નવી પોલીસી
વિરૃધ્ધમાં કરવામા આવેલા દાવાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ચાર મહીના
પહેલા તેમને એક સિવિલ એપ્લીકેશન કરવા સુચના અપાઈ હતી. આમછતાં તેમણે સિવિલ
એપ્લીકેશન કરી નહી હોવા છતાં એપ્લિકેશન
કરી હોવાનુ લીગલ કમિટીના ચેરમેનને કહયુ હતુ. કમિટી ચેરમેનના કહેવા પ્રમાણે, વ્યકિતગત રીતે
તેઓ હાજર રહેવાના બદલે અન્ય વકીલને મોકલતા હોવાથી હાઈકોર્ટે યથાવત સ્થિતિ જાળવી
રાખવાનો ઓર્ડર કરતા તેમના સ્થાને નવા એડવોકેટની નિમણૂંક કરવા નિર્ણય લેવાયો છે.








