એક માસમાં ઝાડા-ઉલ્ટીના દર્દીમાં 8 ટકા અને તાવના કેસમાં 6 ટકાનો વધારો
- ચોમાસાના પ્રારંભમાં પાણીજન્ય અને ઋતુગત બિમારીએ માથુ ઉંચક્યું
- દુષિત પાણી તથા ઋતુના પરિવર્તનના લીધે જુન માસમાં હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો, આગામી દિવસોમાં પાણીજન્ય રોગો વધે તેવી સંભાવના
ભાવનગરમાં ચોમાસાના પ્રારંભ બાદ પાણીજન્ય બિમારીઓએ માથુ ઉંચક્યું છે. શહેરની સર ટી.હોસ્પિટલમાં ગત મે માસની સરખામણીએ જુન માસમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વરસાદ બાદ દુષિત પાણી અને ઋતુ પરિવર્તનના કારણે ચોમાસાની શરૂઆતથી જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે સર ટી.હોસ્પિટલમાં ગત મે મહિનાની સરખામણીએ જુન મહિનામાં ઝાડા-ઉલ્ટીના દર્દીઓમાં ૮ જયારે તાવના દર્દીમાં ૬ ટકાનો વધારો થયો છે. જ્યારે મે મહિનામાં હિપેટાઈટીસ-એ (લીવરનો ચેપ)ના ૯ કેસ નોંધાયા હતા, જેની સરખામણીએ જુન મહિનામાં તે વધીને ૧૫ કેસ નોંધાયા છે. જ્યારે મે અને જુન મહિનામાં હિપેટાઈટીસ-ઈ (લીવર પર સોજો)ના ૧-૧ કેસ નોંધાયા છે. બીજી તરફ મે મહિનામાં ટાઈફોઈડના ૧૦ કેસ નોંધાયા હતા જેની સરખામણીએ જુન માસમાં ટાઈફોઈડના કેસ ઘટીને ૮ થયાં છે. આ ઉપરાંત શરદી-ઉધરસના કેસોમાં ૧૩ ટકાનો ઘટાડો થયો છે. ચોમાસાના પ્રારંભિક દિવસોમાં આવી સ્થિતિ છે તો આગામી દિવસોમાં પાણીજન્ય તેમજ ઋતુગત બિમારીના કેસો વધશે તેવી શક્યતા હોસ્પિટલના તબીબો સેવી રહ્યાં છે.
(બોક્સ)
પાણીજન્ય અને ઋતુગત બિમારીની બાળકો પર વધારે અસર
સર ટી.હોસ્પિટલના બાળકોના વિભાગમાં જાન્યુઆરીથી જુન માસ દરમિયાન ઝાડા-ઉલ્ટીના કુલ ૫૮૬ બાળદર્દી, તાવના ૨૦૬૬ બાળદર્દી અને શરદી-ઉધરસના ૨૪૦૮ બાળદર્દીઓએ સારવાર મેળવી છે.જે હોસ્પિટલના અન્ય વિભાગો, વોર્ડના દર્દીઓની સરખામણીએ વધારે છે. પાણીજન્ય અને ઋતુગત બિમારી બાળકોના સ્વાસ્થ્ય પર વધારે અસર કરે છે.
બિમારી |
જાન્યુઆરી |
ફેબુ્રઆરી |
માર્ચ |
એપ્રીલ |
મે |
જુન |
ટાઈફોડ |
૦૬ |
૦૫ |
૧૫ |
૨૩ |
૧૦ |
૦૮ |
ઝાડા-ઉલ્ટી |
૧૬૦ |
૧૬૨ |
૨૬૫ |
૨૧૬ |
૧૯૩ |
૨૦૯ |
તાવ |
૫૨૫ |
૫૯૦ |
૭૪૫ |
૬૧૪ |
૫૧૦ |
૫૪૧ |
શરદી-ઉધરસ |
૭૨૯ |
૬૬૩ |
૬૧૭ |
૩૭૭ |
૨૬૪ |
૨૩૦ |
હિપેટાઈટીસ-એ |
૦૮ |
૦૧ |
૦૭ |
૧૧ |
૦૯ |
૧૫ |
હિપેટાઈટીસ-ઈ |
૦૧ |
૦૧ |
૦૧ |
૦૦ |
૦૧ |
૦૧ |