Get The App

લોકડાઉનમાં બુટલેગર બનેલા રત્નકલાકારે હવે મુંબઈથી એમ.ડી.ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી

ટ્રેનમાં 27.110 ગ્રામ ડ્રગ્સ લઈને આવેલા વરાછા સૌરાષ્ટ્ર સોસાયટીના જીગર સાવલીયા અને હમવતની જયદીપ ઉર્ફે જે.ડી ઉધનામાં ઝડપાયા

બંને પોતાના ઉપયોગ માટે તેમજ અમરોલીના મહેશ વાઘાણીને આપવા મુંબઈ સેન્ટ્રલના રોહીત ઉર્ફે અલી શેખ પાસેથી લઈ સુરત ટ્રેનમાં આવ્યા હતા

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
લોકડાઉનમાં બુટલેગર બનેલા રત્નકલાકારે હવે મુંબઈથી એમ.ડી.ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી 1 - image



- ટ્રેનમાં 27.110 ગ્રામ ડ્રગ્સ લઈને આવેલા વરાછા સૌરાષ્ટ્ર સોસાયટીના જીગર સાવલીયા અને હમવતની જયદીપ ઉર્ફે જે.ડી ઉધનામાં ઝડપાયા 


- બંને પોતાના ઉપયોગ માટે તેમજ અમરોલીના મહેશ વાઘાણીને આપવા મુંબઈ સેન્ટ્રલના રોહીત ઉર્ફે અલી શેખ પાસેથી લઈ સુરત ટ્રેનમાં આવ્યા હતા 


સુરત, : લોકડાઉન દરમિયાન રત્નકલાકારમાંથી બુટલેગર બનેલા મૂળ અમરેલીના યુવાને હવે મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ લાવવાનું શરૂ કર્યું છે.હમવતની સાથે મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ લઈ સુરત આવેલા યુવાનને સુરત ક્રાઇમ બ્રાન્ચે તેઓ ઉધના સ્ટેશને ટ્રેનમાંથી ઉતરી બહાર નીકળ્યા ત્યારે રૂ.2.71 લાખના 27.110 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડી તેઓ મુંબઈના જે વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા તેને તેમજ તેમની પાસે ડ્રગ્સનો અમુક હિસ્સો મંગાવનાર અમરોલીના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.


ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઘરફોડ સ્ક્વોડે મળેલી બાતમીના આધારે ગતરાત્રે ઉધના રેલવે સ્ટેશનમાંથી બહાર નીકળી રોડ નં.0 પરથી પસાર થતા જયદીપ ઉર્ફે જે.ડી છગનભાઈ પટેલ ( ઉ.વ.31, રહે.ઘર નં.100, શાંતિનગર સોસાયટી, લક્ષ્મીકાંત આશ્રમ રોડ, કતારગામ, સુરત. મૂળ રહે.નાવલી ઓવારા પાસે, લીલીયા, જી.અમરેલી ) અને જીગર સુધીરભાઈ સાવલીયા ( ઉ.વ.30, રહે.ઘર નં.10, સૌરાષ્ટ્ર સોસાયટી, અશ્વનીકુમાર રોડ, વરાછા, સુરત. મૂળ રહે.મુરલીધર હાઉસ, જેસીંગપરા, અમરેલી ) ને રૂ.2,71,100 ની મત્તાના 27.110 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન, રોકડા રૂ.5400, દસ્તાવેજો અને બે રેલવે ટીકીટ મળી કુલ રૂ.3,01,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.ક્રાઈમ બ્રાન્ચે બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ ડ્રગ્સ લેવા મુંબઈ ગયા હતા અને ત્યાં મુંબઈ સેન્ટ્રલના રોહીત ઉર્ફે અલી શેખ પાસેથી ડ્રગ્સ લઈ તેઓ ટ્રેનમાં સુરત આવી ઉધના સ્ટેશને ઉતરી ઘરે જતા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.

લોકડાઉનમાં બુટલેગર બનેલા રત્નકલાકારે હવે મુંબઈથી એમ.ડી.ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી 2 - image


બંને ડ્રગ્સ પોતાના ઉપયોગ માટે તેમજ અમરોલી છાપરાભાઠા રોડ શુકન રેસિડેન્સીમાં રહેતા મહેશ વાઘાણીને આપવા લાવ્યા હતા.મહેશ વાઘાણીને તેઓ અમુક હિસ્સો આપવાના હતા.ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે જીગર સાવલીયા અગાઉ રત્નકલાકાર તરીકે કામ કરતો હતો.પણ લોકડાઉનમાં તે બુટલેગર બન્યો હતો અને હવે તેણે ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું છે.ક્રાઇમ બ્રાન્ચે આ અંગે ઉધના પોલીસ મથકમાં ગુનો નોંધાવી મુંબઈના રોહીત ઉર્ફે અલી શેખ અને અમરોલીના .મહેશ વાઘાણીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Tags :