Get The App

સુરત SEZમાં ધમધમતા ઉદ્યોગોને વૈશ્વિક મંદીનું ગ્રહણ: ડાયમંડ-જ્વેલરીમાં 39.15 ટકા અને ટેક્સટાઇલ-ગારમેન્ટ ના એક્સપોર્ટમાં 29.77 ટકાનો ઘટાડો

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
સુરત SEZમાં ધમધમતા ઉદ્યોગોને વૈશ્વિક મંદીનું ગ્રહણ:  ડાયમંડ-જ્વેલરીમાં 39.15 ટકા અને ટેક્સટાઇલ-ગારમેન્ટ ના એક્સપોર્ટમાં 29.77 ટકાનો ઘટાડો 1 - image




- એન્જિનીયરીંગ, લેસર ટેક્નોલોજીના એક્સપોર્ટમાં પણ ઘટાડોઃ મેડિકલ ઇક્વિપમેન્ટ-ડિવાઇસ, ફાર્મા-કેમિકલ, રબર-પ્લાસ્ટિક વિગેરમાં વધારો નોંધાયો


સુરત

વૈશ્વિક મંદી અને દુનિયાના કેટલાક દેશ વચ્ચે તણાવની સ્થિતીને પગલે સુરતના સેઝમાંથી ડાયમંડ અને જ્વેલરી સહિતના સેક્ટરમાં એક્સપોર્ટ ઉપર જોવા મળી રહી છે. ડાયમંડ અને જ્વેલરીમાં એક્સપોર્ટમાં વર્ષ 2023-24 ની સરખામણીમાં વર્ષ 2024-25 માં 39.15 ટકાનો અને ટેક્સટાઇલ-ગારમેન્ટમાં 29.77 ટકાનો ઘટાડો નોંધાયો છે.

સુરત SEZમાં ધમધમતા ઉદ્યોગોને વૈશ્વિક મંદીનું ગ્રહણ:  ડાયમંડ-જ્વેલરીમાં 39.15 ટકા અને ટેક્સટાઇલ-ગારમેન્ટ ના એક્સપોર્ટમાં 29.77 ટકાનો ઘટાડો 2 - image

વિશ્વના કેટલાક દેશ વચ્ચે ચાલી રહેલા યુધ્ધ ઉપરાંત વૈશ્વિક મંદીની સીધી અસર સેઝ (સ્પેશીયલ ઇકોનોમિક ઝોન) ના એક્સપોર્ટ ઉપર જોવા મળી રહી છે. દેશ-દુનિયામાં સુરતની ઓળખ ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટી તરીકે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી જ્વેલરી સહિતના ઉદ્યોગમાં પણ સુરત ઝડપથી આગળ વધી રહ્યું છે. પરંતુ સેઝમાં ધમધમતા અલગ-અલગ ઉદ્યોગના એક્સપોર્ટના આંકડા ચોંકાવનારા છે. વર્ષ 2023-24 માં સેઝમાંથી 13,747.63 કરોડના ડાયમંડ અને જ્વેલરી એક્સપોર્ટ થઇ હતી. જેમાં 39.15 ટકાના ઘટાડા સાથે વર્ષ 2024-25 માં એક્સપોર્ટનો આંક 8,336.71 કરોડ નોંધાયો છે. એન્જિનીયરીંગ સેક્ટરમાં વર્ષ 2023-24 માં 132.02 કરોડ હતું તેમાં 6.34 ટકાના ઘટાડા સાથે વર્ષ 2024-25 માં 123.65 કરોડ એક્સપોર્ટ નોંધાયું છે. લેસર ટેક્નોલોજીમાં 20.05 કરોડના એક્સપોર્ટની સામે 51.18 ટકાના ઘટાડા સાથે 9.79 કરોડ અને ટેક્સટાઇલ અને ગારમેન્ટ સેક્ટરમાં 108.44 કરોડના એક્સપોર્ટમાં સામે 29.77 ટકાના નોંધપાત્ર ઘટાડા સાથે 76.15 કરોડ નોંધાયું છે.

સુરત SEZમાં ધમધમતા ઉદ્યોગોને વૈશ્વિક મંદીનું ગ્રહણ:  ડાયમંડ-જ્વેલરીમાં 39.15 ટકા અને ટેક્સટાઇલ-ગારમેન્ટ ના એક્સપોર્ટમાં 29.77 ટકાનો ઘટાડો 3 - imageજો કે મેડિકલ ઇક્વિપમેન્ટ-ડિવાઇસ, ફાર્મા-કેમિકલ, રબર-પ્લાસ્ટિક સહિતના એક્સપોર્ટમાં વધારો થયો છે. વર્ષ 2023-24 માં મેડિકલ ઇક્વિપમેન્ટ-ડિવાઇસનું 288.87 કરોડ એક્સપોર્ટ હતું અને તેમાં વધારા સાથે વર્ષ 2024-25 માં 338.44 કરોડ ઉપર પહોંચ્યું છે. ફાર્મા-કેમિકલનું એક્સપોર્ટ 796.77 કરોડ હતું તેમાં વધારા સાથે 850.90 કરોડ, તમાકુમાં 13.65 કરોડના એક્સપોર્ટ સામે વર્ષ 2024-25 માં 27.74 કરોડ, રબર અને પ્લાસ્ટિકમાં 33.39 કરોડના એક્સપોર્ટમાં વધારો થઇ વર્ષ 2024-25 માં તેનો આંક 39.33 કરોડ ઉપર પહોંચ્યો છે.

સેઝમાંથી એક્સપોર્ટ થતી પ્રોડક્ટના આંકડા કરોડમાં
સેક્ટર                                 વર્ષ 2023-24         વર્ષ 2024-25
ડાયમંડ અને જ્વેલરી             13,747.63            8,365.71
એન્જિનીયરીંગ                      132.02                 123.65
લેસર ટેક્નોલોજી                    20.05                   9.79
મેડિકલ ઇક્વિપમેન્ટ-ડિવાઇસ  288.87                 338.44
ફાર્મા-કેમિકલ                        796.77                 850.90
રબર-પ્લાસ્ટિક                      33.39                   39.99
ટેક્સટાઇલ-ગારમેન્ટ              108.44                 76.15
તમાકુ                                  13.65                   27.74

Tags :