ડેન્ગ્યુથી માનદરવાજાના ધો-5ના વિદ્યાર્થીનું મોતઃ રહીશોમાં આક્રોશ
- 13 વર્ષના દાનીશને શંકાસ્પદ ડેન્ગ્યુનો રિપોર્ટ આવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો
સુરત
તા. 25 ઓકટોબર 2019 શુક્રવાર
શંકાસ્પદ ડેન્ગ્યુની ઝપેટમાં આવેલા માનદવાજાના ધો.૫ના વિધાર્થીનું સારવાર દરમિયાન આજે મોત નીંપજતા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ હતું.
સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ માનદવાજામાં રહેતો 13 વર્ષીય દાનીશ છેલ્લા કેટલાક દિવસથી તાવની ઝપેટમાં આવતા સારવાર માટે ખાનગી દવાખાનામાં ખસેડાયો હતો.ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.ત્યાં તેના કરાવેલા લેબોટરીના પરીક્ષણમાં જાણવા મળ્યુ હતુ કે તે શંકાસ્પદ ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યો હતો.જયાં સારવાર દરમિયાન આજે સાંજે તેનું મોત નીંપજયુ હતુ.
સુત્રોએ કહ્યુ કે મહાનગર પાલિકાના આરોગ્ય તંત્રની મચ્છર નાથવાની કામગીરી યોગ્ય નહી હોવાથી ડેન્ગ્યુમાં વધુ એકનો ભોગ લેવાયો. જેના લીધે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. દાનીશ પરવત પાટીયા રોડની શાળામાં ધો.૫ માં અભ્યાસ કરતો હતો.તેના 1ભાઇ અને 2 બહેન છે.તેના પિતા વેલ્ડીંગ કામ કરે છે.