Get The App

ધ્રાંગધ્રાની કૈલાશ સોસાયટીના સભ્યોનો વૃદ્ધાની જમીન પર દબાણ કરવાનો પ્રયાસ

Updated: Jun 15th, 2025

GS TEAM


Google News
Google News
ધ્રાંગધ્રાની કૈલાશ સોસાયટીના સભ્યોનો વૃદ્ધાની જમીન પર દબાણ કરવાનો પ્રયાસ 1 - image


- લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરવા ચીફ ઓફિસરને ફરિયાદ

- ખાનગી તથા સરકારી જમીન ખોટા દસ્તાવેજના આધારે સભ્યોએ વેચાણ કર્યાનો મહિલાનો આક્ષેપ

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરની કૈલાસ સોસાયટીમાં સિનિયર સિટીઝન મહિલાએ કૈલાસ સોસાયટીના મેમ્બરો દ્વારા એકસંપ થઈ ગેરકાયદેસર દબાણ અને ખોટા લોકેશન અને ખોટા દસ્તાવેજના આધારે વેચાણ કર્યું હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ફરિયાદીએ ગેરકાયદેસર દબાણ અને ખોટા દસ્તાવેજ કરનાર સામે ધ્રાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસરને ફરિયાદ સાથે લેન્ડ ગ્રેબિંગની પણ ફરિયાદ કરી છે.

ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન મહિલા હર્ષાબેન પ્રકાશચંદ્ર શાહએ વર્ષ ૧૯૯૦માં દસ્તાવેજ સાથે જમીન ખરીદી હતી અને મહિલાને કબજો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો પરંતુ હાલ કૈલાશ સોસાયટીના અમુક સભ્યો અને પ્રમુખ દ્વારા મહિલાની જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહિલાના જણાવ્યા મુજબ તેમણે દસ્તાવેજ કરાવ્યો હતો ત્યારે સામેની પાર્ટીએ પ્લાન મુકી તેઓની સીમ ક્યાં સુધી છે તે પણ બતાવ્યું હતું. તેમજ હાલના ગોડાઉનના છાપરાનું પાણી પણ મહિલાની ખંચારીમાં પડે છે અને મહિલાનો હક્ક હોવાનું સ્પષ્ટ હોવાનું લાગી રહ્યુું છે અને લેન્ડ ગ્રેબિંગ કર્યું હોય તેમ સરકારી જમીનમાં જણાઈ આવ્યું હતું. અગાઉ ત્યાં જીનમાં જવાનો રસ્તો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

આમ સોસાયટીના પ્રમખ દ્વારા મહિલાની જગ્યાનો બીજાને દસ્તાવેજ કરી આપ્યો છે તેમાં પણ સોસાયટી હોવાનો ખોટો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ગુનાહિત પ્રવૃત્તિ છે. જે વેચાણ જગ્યા ૪૬૨૧-૪૭ છે અને સટી સર્વેમાં ૬૧૮૫-૪૭ કરાવેલ છે. આથી સરકાર દ્વારા ગેરકાયદેસર લેન્ડ ગ્રેબિંગ સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. સોસાયટીના તમામ મકાનો પ્લાન મુબજ છે કે કેમ તે મુજબ તપાસ કરવાની જરૂર છે તેમજ રશ્મીબેન લલીતભાઈએ વધારાનું બાંધકામ કર્યું છે તે મામલે પણ તપાસ કરવાની માંગ ઉઠી છે.

જ્યારે કૈલાસ સોસાયટીના દસ્તાવેજ મુજબ માત્ર પ્લોટ નં.૪૬૨૧-૪૭ જ ખરીદવામાં આવ્યો હોવાનું જણાઈ આવ્યું છે અને બાકીની જમીન નિઃશુલ્ક આપવામાં આવી હોવાનું પણ દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે જમીન કબ્જા અંગે શંકા ઉભી કરે છે.

મહિલાના જણાવ્યા મુજબ પ્લાન પાસ કરતી વખતે કેટલીક જમીનના દસ્તાવેજોને અવગણવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આમ આ પ્રકારના બનાવોથી જમીન ખરીદનાર કાયદેસર નાગરીકો પર તણાવ સર્જાતો હોય છે આથી સીનીયર સીટીઝન મહિલાએ સરકાર અને તંત્ર સમક્ષ ન્યાયની માંગ સાથે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ મહિલાઓ અને સીનીયર સીટીઝનો હોવાથી આવા અસામાજીકતત્વો ખોટી કનડગત કરી જમીન કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવાથી મહિલાએ આ મામલે ધ્રાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસરને કૈલાશ કો. ઓ.હા.સોસા., લલિતભાઇ દવે, સંજયભાઇ શુક્લા, મયુરભાઇ લલિત ભાઇ દવે, ધર્મેન્દ્રસિંહ નટુભાઇ ઝાલા સામે ફરિયાદ સાથે લેન્ડ ગ્રેબિંગની પણ ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે.

30 વર્ષનો ટેક્ષ કોના નામે ભરાયો

આ સિવાય કૈલાસ સોસાયટીનું અસ્તિત્વ વર્ષ ૧૯૮૨થી થયું હોવાનું દર્શાવાયું છે. પરંતુ વર્ષ ૨૦૧૨ સુધી આ સોસાયટીના કોઈ સભ્યના નામે જમીનની એન્ટ્રી કરાવવામાં આવી નથી. આથી કૈલાસ સોસાયટીની જગ્યા વર્ષ ૧૯૮૨માં લીધી હતી અને વર્ષ ૨૦૧૨માં નામે ચડાવવામાં આવી છે. આથી ૩૦ વર્ષના સમયગાળા દરમિયાન ટેક્ષ કોના નામે ભરવામાં આવતો હતો તે પણ તપાસનો વિષય છે.


Tags :