Gujarat

ધોરાજીના જામકંડોરણામાં છ વર્ષની પુત્રી સાથે પિતાએ નદીમાં ઝંલાવ્યું: બન્નેનાં મોત

By GS TEAM
29 Jul 20251 min read
TukuTouch Logo
ધોરાજી અને જામકંડોરણા વચ્ચે ભાદર નદી પર આવેલા પુલ નીચે પાણીમાંથી જૂનાગઢ રહેતા અને પુત્રની લાશ મળી આવી હતી. જેમાં છ વર્ષની પુત્રી સાથે પિતાએ નદીમાં ઝંપલાવ્યાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધોરાજીના જામકંડોરણામાં છ વર્ષની પુત્રી સાથે પિતાએ નદીમાં ઝંલાવ્યું: બન્નેનાં મોત

Jamkandorna News: ધોરાજી અને જામકંડોરણા વચ્ચે ભાદર નદી પર આવેલા પુલ નીચે પાણીમાંથી જૂનાગઢ રહેતા અને પુત્રની લાશ મળી આવી હતી. જેમાં છ વર્ષની પુત્રી સાથે પિતાએ નદીમાં ઝંપલાવ્યાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે.

ધોરાજી અને જામકંડોરણા વચ્ચે ભાદર નદીના પુલ પર મોટરસાયકલ પડેલું હોય, જે બાબતે પોલીસને જાણ કરાતા તપાસ શરૂ કરાઈ હતી. જેથી ભાદર નદી ઉપર પુલ પાસેના ભાગમાં પિતા અને પુત્રીની લાશ મળી આવી હતી. મૃતક પિતાની સાથે પુત્રીને કપડાંથી બાંધેલી હતી. 

ત્યારબાદ બંનેની લાશ બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી. મૃતક પિતાનું નામ ગફાર વિજળીવાળા (ઉ.વ.45) અને પુત્રીનું નામ અનામ ફાતિમા (ઉ.વ.6) અને જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા હતા. 

આંટો મારવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. સોમવારે જામકંડોરણા અને ધોરાજી વચ્ચે ભાદર નદીના પુલ નીચે મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે દીકરી બહુ બિમાર રહેતી હોવાથી ગૃહકંકાશ વધી જતાં પિતાએ કંટાળીને અંતિમ પગલું ભર્યું હતું.