ધોળકાઃ કલિકુંડ-બળીયાદેવ રોડ પર કચરાના ઢગલા અને ઉભરાતી ગટરથી લોકોને હાલાકી
મહિના
અગાઉ રહિશોએ રસ્તા પર ઉતરી હોબાળો મચાવ્યો હતો
ઉભરાતી
ગટરોના કારણે ગંદા પાણીમાંથી પસાર થવા સ્થાનિકો મજબૂર, રોગચાળો ફાટી નિકળવાની
ભીતિ
ધોળકા -
ધોળકા કલિકુંડ સરોડા રોડ ઉપર વાઘેશ્વરી માતાજીના મંદર થઈ
બળીદાય દેવના મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર દૂષિત કચરાના ઢગલાથી તથા ઉભરાતી
ગટરોની સમસ્યાથી સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. દૂષિત
કચરો છેક રોડ ઉપર આવી ગયો છે. એકાદ મહિના અગાઉ સ્થાનિક રહીશોએ અહીંની ગંદકી બાબતે
હોબાળો મચાવ્યો હતો, જેથી સ્થાનિક કાઉન્સિલર તથા ન.પા.
પ્રમુખ દોડી આવ્યા હતા. થોડા દિવસ રાબેતા મુજબ સફાઇ થઈ રહી હતી.
ત્યારે
છેલ્લા ઘણા સમયથી કલિકુંડ મફલીપુર ઝોનલ ઓફિસના કલાર્ક ઓશક પકોડી કોઈ પણ પ્રકારનું
ધ્યાન નહીં આપતા ધોળકા નગરનો એ ગ્રેડ ગણાતો વિસ્તાર નર્ક જેવો બની રહ્યો છે. આ રોડ
ઉપર તથા તેની આસપાસ ગંદકી તથા તિવ્ર વાસ વ્યાપી ઉભરાતી ગટરોના પાણી સ્થાનિકો તોબા
પોકારી ઉઠયા છે. દિન પ્રતિદિન કલિકુંડ વિસ્તારની આ ઝોલન ઓફિસનું રેઢીયાળ તંત્રથી
પ્રજામાં આક્રોશની લાગણી જન્મી ઉઠી છે. કલિકુંડ વિસ્તારની જાગૃત જનતા ઇચ્છી રહી છે
કે કલિકુંડ મફલીપુર ઝોનલ ઓફિસમાં પ્રજાલક્ષી અભિગમ અપનાવી પ્રજાને પડતી મુશ્કેલીઓ
અને હાલાકીઓ પ્રત્યે ધ્યાન આપી પ્રાથમિક આવશ્યક સેવાના લાભ અંગેની કાર્યવાહી હાથ
ધરે તેવા કલાર્કની નવેસરથી નિમણુંક કરે અને તે અતી જરૃર જણાઈ રહ્યું છે.