Gujarat
ધોળકા પંથકમાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ
By GS TEAM
23 Aug 20251 min read

- ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક
- અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા : ખરીફ પાકને જીવતદાન મળ્યું
ધોળકા : ધોળકા પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી ઝાપટા પડયા છે.ત્યારે વાતાવરણમાં ભારે ઉકળાટ બાદ ઠંડક પ્રસરી છે.બીજી બાજુ વરસાદ પડતાં શહેરમાં મોટા ભાગના માર્ગો પર પાણી ભરાયા છે.
ધોળકામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી મેઘરાજા ધીમી ધારે વર્ષી રહ્યા છે.ત્યારે પંથકમાં ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.તો બીજી તરફ વરસાદ પડતા જ નગરમાં મોટા ભાગના માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ ચુક્યા છે.વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. નગરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાયા છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખરીફ પાકને જીવતદાન મળ્યું છે.









