જામનગરમાંથી ઢોલી લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવા બહારગામ ગયા અને મકાનમાં તસ્કરોનો હાથ ફેરો
Jamnagar Theft Case : જામનગરમાં વામ્બે આવાસના જુના ત્રણ માળીયા બ્લોક નંબર 19 ના રૂમ નંબર 24 માં રહેતા સુરેશભાઈ જીવરાજભાઈ મકવાણા નામના 62 વર્ષના વૃદ્ધ કે જેઓ ઢોલ વગાડવાનું કામ કરે છે, અને ગત 13મી તારીખે ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામમાં એક પ્રસંગમાં ઢોલ વગાડવા માટે ગયા હતા, અને પોતાના પત્નીને તેણીના કુટુંબીને ઘેર મૂકી આવ્યા હતા.
દરમિયાન પાછળથી તેઓના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું. રસોડાનો દરવાજો તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા, અને પતરાના કબાટની તિજોરીમાં રાખેલી રૂપિયા 20,000 ની રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના વગેરે મળી રૂપિયા 1,02,600 ની માલમત્તા ઉઠાવી ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.પ્રસંગ પૂર્ણ કરીને તેઓ જામનગર પરત ફર્યા બાદ મકાન ખોલીને નિરીક્ષણ કરતાં ઉપરોક્ત ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.