ધોલેરા-ભાવનગર હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે ટક્કર, 3ની હાલત ગંભીર, 10 ઈજાગ્રસ્ત

Bhavnagar Accident: ધોલેરા-ભાવનગર હાઈવે પર રવિવારે (પાંચમી ઓક્ટોબર) વહેલી સવારે હેબતપુર ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થતા કુલ 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3 મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ટક્કર બાદ એક બસ પલટી મારી ગઈ
મળતી માહિતી અનુસાર, બંને બસ વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે ટક્કર લાગ્યા બાદ એક બસ પલટી મારી ગઈ હતી. અકસ્માત સર્જાતા જ મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

માહિતી મળતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માત કયા કારણોસર થયો તે જાણવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

