Get The App

રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજને નેકના એક્રીડીએશનમાં 'સી' ગ્રેડ

- વર્ષ 2012થી 2017ને લક્ષમાં રાખી કરાયું મુલ્યાંકન

- પ્રથમ સાયકલમાં સરકારી કોલેજને બી ગ્રેડ મળ્યો હતો પરંતુ રી-એક્રીડીએશનમાં 6 વર્ષ મોડુ થતાં અપગ્રેડેશનમાં નુકશાન

Updated: Feb 14th, 2021

GS TEAM


Google News
Google News
રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજને નેકના એક્રીડીએશનમાં 'સી' ગ્રેડ 1 - image


રાજકોટ, તા. 15 ફેબ્રુઆરી 2021, સોમવાર

રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં નેકના એક્રીડીએશન માટેનું ઈન્સ્પેકશન પુરૂ થયા બાદ વર્ષ ૨૦૧૫થી વર્ષ ૨૦૧૭ની સ્થિતિએ કોલેજની વિવિધ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવતા યુ.જી.સી.ની કમીટીએ કોલેજને સી ગ્રડે આપ્યો હતો. અલબત પ્રથમ સાયકલ દરમિયાન રાજકોટની આ સરકારી કોલેજને બી ગ્રડે આપવામાં આવ્યો હતો. પરંતુ ત્રીજી સાયકલમાં અપગ્રેડ થવાને બદલે કોલેજને સી ગ્રેડ મળતા અધ્યાપકોને આશ્ચર્ય થયું હતું.

સૌરાષ્ટ્ર યુનિ. સાથે સંલગ્ન જુદી જુદી સરકારી અને બિનસરકારી અનુદાનિત કોલેજો માટે યુ.જી.સી.નું નેકનું એક્રીડીએશન ફરજીયાત બનાવવામાં આવ્યું ચે. જે પૈકી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં નેકના રી.એક્રીડીએશન માટે જે દરખાસ્ત કરવામાં આવી હતી તેનું ઈન્સ્પેકશન તા.૩ અને તા.૪ ફેબુ્ર. દરમિયાન થયું હતું. જેનું પરિણામ જાહેર થતાં વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાનની કોલેજની કામગીરી ને લક્ષમાં લઈને રૂબરૂ મુલાકાતનાં ૩૫૦ માંથી ૨૫૦ માર્ક યુજીસીની નેક કમીટી દ્વારા આપવામાં આવ્યા હતાં. કોલેજને ૧.૮ ના ગુણાંકન સાથે સી ગ્રેડ મળ્યો હતો. આ મુદ્દે કોલેજના સંચાલકોએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૭ થી વર્ષ ૨૦૧૨ સુધી નેકનું એક્રીડીએશન ધરાવતી સ્થા કોલેજમાં રી.એક્રીડીએશન માંટેની દરખાસ્ત વર્ષ ૨૦૧૨ ની મુદત પુરી થાય તે પહેલાં કરવાની જરૂર હતી પરંતુ તેના  બદલે વર્ષ ૨૦૧૮માં કરવામાં આવી હતી. તેમજ છેલ્લા છ મહિનાથી કોલેજમાં પ્રાથમિક સુવિધામાં વધારો થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. પરંતુ હવે ફરીન ેવર્ષ ૨૦૧૭ થી વર્ષ ૨૦૨૨ માટે નેકના એક્રીડીએશન માટે પુનઃ દરખાસ્ત કરવામાં આવશે. રાજકોટની એક માત્ર સરકારી કોલેજમાં ડીજીટલ કલાસરૂમ સહિતની સુવિધ ાઉપલબ્ધ છે. ભુગોળમાં અનુસ્નાતક કેનદ્ સૌરાષ્ટ્રમાં અન્યત્ર કયાંય નથી. આ કોલેજમાં જ ઉપલબ્ધ છે. લાયબ્રેરીની આધુનિક સુવિધા પુરતો ટીચીંગ સ્ટાફ અને વિશાળ મેદાન હોવા છતાં સી ગ્રડે મળ્યો છે. તેથી હવે ફરીને જરૂરી સુધારા વધારા કરી કોલેજને એ ગ્રેડ મળે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

Tags :