ઝાલાવાડમાં જળજીલણી અગીયારશની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
લખતર સહિતના શહેરી વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોેમાં વાજતે ગાજતે ભગવાન ઠાકોરજીની પાલખી યાત્રા યોજાઈ
સુરેન્દ્રનગર - ભાદરવા સુદ અગિયારસને પરિવર્તની એકાદશી કહેવાય છે. શાોમાં જણાવ્યા મુજબ ભાદરવા સુદ એકાદશીએ નિંદ્રામાં પોઢેલા વિષ્ણુ ભગવાન પડખું ફેરવતા હોવાથી આ દિવસે તેમને નદી, સરોવરના જળમાં સ્નાન કરાવવાનું મહત્વ છે. ત્યારે સમગ્ર ઝાલાવાડમાં પરિવર્તની એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં તેમજ લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર જળજીલણી અગિયારસની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભાદરવી સુદ એકાદશી જેને બીજા અર્થમાં જળ ઝીલણી અગીયારસ કહેવાય છે. આ દીવસે ભગવાન ઠાકોરજી નદી,જળાશયોમા જળ ઝીલવા જાય છે ત્યારે લખતર શહેર મધ્યે આવેલ રામ મહેલ, પ્રજાપતિ જ્ઞાાતિના રામજી મંદિર, તેમજ રજપૂત જ્ઞાાતિનું મુરલીધર મંદિરના નિજ મંદિરથી વાજતે ગાજતે પાલખી યાત્રા દ્વારા ઠાકોરજીને મોતીસર તળાવની અંદર લઈ જઈ સ્નાન વિધિ કરાવવામાં આવી હતી. ત્યારબાદ શીતળા માતાની આંબલીએ ઠાકોરજીનું પૂજન અર્ચન કરી આરતી સહિતની ધામક વિધી કરીને પાલખી યાત્રા લખતર શહેરના વિવિધ મુખ્યમાર્ગો ઉપર ફરી ઘેર ઘેર ઠાકોરજીની પધરામણી કરવામાં આવી હતી. જે પાલખીયાત્રા યોજાતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી સાથે લખતર તાલુકાના કડુ તથા ઓળક ગામે પણ ઠાકોરજી ભગવાન જળ ઝીલવા નીકળ્યા હતા તથા ભગવાનની પાલખી યાત્રા નીકળી હતી. જેમાં ભક્તો દ્વારા ભગવાનનાં ઝીલણીયા ગાતા ગાતા સમગ્ર ગામમાં ઠાકોરજી ભગવાનની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી ઠેર ઠેર ભક્તોના ઘરે ભગવાનની પધરામણી કરવામાં આવી હતી.