આણંદમાં નાથની નગરચર્યાથી ભક્તો ભાવવિભોર બન્યાં
- 21 મી રથયાત્રામાં 6 હજારથી વધુ ભક્તો ઉમટયા
- 10 હજારથી વધુ ભક્તોએ 30 મણ ફાડા લાપસી સહિતનો પ્રસાદ ગ્રહણ કર્યો
વિદ્યાનગરના ઈસ્કોન મંદિરમાંથી શુક્રવારે વાજતે ગાજતે ૨૧મી રથયાત્રાનું આણંદ ટાઉન પોલીસ મથક ખાતેથી બપોરે અઢી વાગ્યાના અરસામાં આ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજીનો રથ ગુરૂદ્વાર સર્કલ, અમુલ ડેરી, સકટ હાઉસ રોડ, સરદાર ગંજ પાછળનો રોડ, લેક વ્યૂ લોટીયા ભાગોળ, ટાઉનહોલ, એ.વી રોડ, મોટા બજાર થઈ વિદ્યાનગર સ્થિત શાી મેદાને પહોંચી મોડી સાંજે રથયાત્રાનું સમાપન કરાયું હતું. રથાયાત્રા પૂર્ણ થયા બાદ સાંજે ૧૦ હજાર જેટલા ભક્તો ભોજન લઈ શકે તેટલું ભોજન બનાવવાની તૈયારીઓ કરાઈ હતી. જે માટે ૩૦ મણ ફાડા લાપસી, ૫૦ મણ ખીચડી, ૧૫ મણ દહીની કઢી, તેમજ ૫૦ મણનું શાક તૈયાર કરવામાં આવ્યું હતું જ્યારે બપોરે સંતો- ભકતો માટે ૧૫૦૦થી વધુ માણસની રસોઈ તૈયાર કરવામાં આવી હતી.. જ્યારે રથાયાત્રામાં પ્રસાદ વિતરણ માટે ૫૦ હજાર પેકેટ તૈયાર કરવા માટે ૫૦૦થી વધુ સ્વયંસેવકો એ કામગીરી કરી હતી.