Gujarat
વિઠ્ઠલનાથજીના વરઘોડામાં માર્ગ ઉપર ઉભરાતી ગટરથી ભક્તોમાં કચવાટ
By GS TEAM
6 Jul 20251 min read

ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો ઘડિયાળી પોળ પાસેથી પસાર થતા સમયે ગટરના ગંદા પાણી માર્ગ ઉપર ફરી વળ્યા હોય ઐતિહાસિક પ્રસંગની પવિત્રતા અભડાતા ભક્તોમાં કચવાટ જોવા મળ્યો હતો.

દેવપોઢી એકાદશી નિમિત્તે આજે માંડવી સ્થિત વિઠ્ઠલનાથજીના મંદિરમાંથી ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક 216મો વરઘોડો સવારે નીકળ્યો હતો. ભગવાન શહેરીજનોને રાજમાર્ગ પરથી પસાર થઈને દર્શન આપવા માટે નીકળ્યા હોય હજારો ભાવિકોએ ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન કર્યા હતા. દરમ્યાન ઘડીયાળી પોળ પાસે ડ્રેનેજ ચોકઅપ હોવાથી માર્ગ ઉપર દુર્ગંધયુક્ત દૂષિત પાણી ફરી વળ્યા હતા. વરઘોડો અહીંથી પસાર થતાં દૂષિત પાણીના કારણે ભક્તોમાં કચવાટ જોવા મળ્યો હતો. બીજી તરફ, વેપાર ધંધો કરતા દુકાનદારો અને પસાર થતા લોકોને મુશ્કેલી થઈ રહી છે. વરઘોડો આ માર્ગ ઉપરથી નીકળવાનો હોય તંત્રએ કાળજી રાખવાની જરૂર હતી તથા ગટર ઉભરાવવાના પ્રશ્ન બાબતે કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે.








