બોરસદમાં નારાયણદેવ મંદિરથી રથયાત્રા નિકળતા ભક્તો ઉમટયા
આણંદ : બોરસદમાં આજે પુષ્ય નક્ષત્રમાં રથયાત્રાનું નારાયણદેવ મંદિરથી પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શહેરમાં નારાયણદેવના મંદિરથી ફુલબાઇ માતા મંદિર થઇને કાશીપુરા દલવાડી બજાર,ટાવર ચોક જનતા બજાર થઇને મોડી સાંજે રથયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી. રથયાત્રા દરમિયાન અણીછાંટણા થયા હતા. રથયાત્રા દરમિયાન માટલા ફોડના કાર્યક્રમ યોજાયો હતો. રથયાત્રા જાંબુ, કેરીના પ્રસાદનું વિતરણ કરાયું હતું. શહેરના તમામ રૂટ પર અને સંવેદનશીલ જગ્યા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રથયાત્રાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.