Gujarat

માંડલ ખંભલાય ધામમાં રક્ષાબંધન પર્વને લઈ ભક્તોનું ઘોડાપૂર

By GS TEAM
10 Aug 20251 min read
માંડલ ખંભલાય ધામમાં રક્ષાબંધન પર્વને લઈ ભક્તોનું ઘોડાપૂર

- મંદિરમાં ધ્વજારોહણ ઉત્સવ ઉજવાયો 

- 70 હજાર ચંડીપાઠ પુર્ણ થતાં અનુાન મધ્યમાં પહોંચ્યુ, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

માંડલ : શ્રાવણી પુનમને રક્ષાબંધનનો પાવન દિવસે માંડલ ખંભલાય મંદિરે પુનમ ભરતાં યાત્રિકો અને અન્ય શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક ભક્તજનોનું ઘોડાપૂર ઉમટયું હતું. દર પુનમની જેમ રક્ષાબંધને પણ નીજ મંદિરના પરિસરમાં આવેલ મૃત્યુંજય મહાદેવ અને જળાશય મધ્યે આવેલ પ્રાગટય મંદિરે શ્રદ્ધાળુઓ દ્વારા ધ્વજારોહણ ઉત્સવ ઉજવાયો હતો.

સવારે ૯ કલાકે મૃત્યુંજય મહાદેવ શિવાલયે ધ્વજારોહણ કરીને નગરના નીજ મંદિરેથી ધ્વજા સાથે ભક્તો યાત્રારૂપે તળાવ મંદિર સુધી પહોંચ્યા અને જળાશય મધ્યે આવેલ મંદિરની બાજુમાં ધર્મધજા દંડ ઉપર આધુનિક મશીનરોની મદદથી માતાજીની ધ્વજારોહણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે યાત્રિકો ઢોલ-નગારાના તાલે ઝુમી ઉઠયાં હતાં. અહીં ચાલી રહેલ ચંડીપાઠ અનુાનમાં ૧૦૦થી વધુ ભુદેવોઓએ આજના પર્વે ૭૦ હજાર ચંડીપાઠ પરીપૂર્ણ કર્યા છે એટલે કે, આ અનુાન પણ મધ્યમાં પહોંચ્યું અને ધનતેરસે પુર્ણાહુતિ સાથે સવાલાખ ચંડીપાઠ માતાજીના શ્રીચરણોમાં અપત કરાશે. જેથી મોટી સંખ્યામાં ભુદેવોની હાજરી જેથી ભક્તોએ માતાજીના દર્શન સાથે ભુદેવોના પણ દર્શન કરીને ધન્યતા અનુભવી આમ માંડલ ખંભલાય ધામમાં રક્ષાબંધનના દિને ઉત્સવ જેવું વાતાવરણ ઉભું થયું હતું.