સંકટ ચોથ નિમિત્તે ગણપતિ પુરામાં ભક્તોનો ધસારો
ધોળકા -
આજે વિક્રમ સંવત ૨૦૮૧ને અષાઢ વદ ચોથ એટલે કે સંકટ ચતુર્થી
પર્વ નિમિત્તે ધોળકા તાલુકાના ગણપતીપુરા ધામમાં મોટી સંખ્યામાં ગજાન ભક્તો ભગવાન
ગણેશજીના દર્શને ઉમટી પડયા હતા. દર માસની દર ચોથે પદયાત્રીઓ સહિત શ્રદ્ધાળુઓ
દાદાની સવારની આરતી અને સંધ્યા આરતીનો લાભ લઇ ધન્યતા અનુભવતા હોય છે. આજે સંકટ ચોથ
હોવાથી ગુજરાતભરમાંથી દર્શનાર્થીઓ દાદાની આરાધના માટે ઉમટી પડયા હતા અને જય
ગજાનનના નારાથી ગુંજી ઉઠયું હતું. કોઠ પોલીસે જરૃરી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
અમુક શ્રદ્ધાળુઓ ચોથનો ઉપવાસ કરી ચોથ ભરવા દર ચોથ પર આવતા હોય છે.