Get The App

ચોમાસું માથે છતાં વડોદરામાં અનેક કામગીરી પૂર્ણ કરવાની બાકી : વાઘોડિયા રોડ પર ધીમી કામગીરીના કારણે મુશ્કેલી

Updated: May 29th, 2025

GS TEAM


Google News
Google News
ચોમાસું માથે છતાં વડોદરામાં અનેક કામગીરી પૂર્ણ કરવાની બાકી : વાઘોડિયા રોડ પર ધીમી કામગીરીના કારણે મુશ્કેલી 1 - image


Vadodara : વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા શિવમ ડુપ્લેક્સ પાણી પુરવઠા શાખાની ગોકળગતીએ ચાલી રહેલી કામગીરીથી સ્થાનિક રહીશો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે.

વડોદરા શહેરમાં ચોમાસું માથે છે ત્યારે કેટલાક વિસ્તારોમાં વિકાસના કામોની અધૂરી કામગીરી જોવા મળી છે. શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ શિવમ ડુપ્લેક્સ પાસે પાણી પુરવઠા શાખાની કામગીરી ચાલી રહી છે. જોકે હાલ આ કામગીરીને કારણે નાગરિકો મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે. એક તરફ ચોમાસુ માથે છે. તેવામાં કામગીરી ગોકળગતીએ કરવામાં આવી રહી છે તેને પૂર્ણ થવામાં હજી પણ સમય લાગશે. ત્યારે નાગરિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જાહેર માર્ગ ઉપર કરાઈ રહેલી કામગીરીને કારણે પસાર થતા વાહન ચાલકોને પણ ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. વહેલી તકે કામગીરી પૂર્ણ થાય અને રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.

Tags :