વરસાદી પાણીના નિકાલ માટે એક કરોડથી વધુનો ખર્ચ છતાં અમદાવાદમાં આ ચોમાસામાં ૧૪૭ સ્પોટ ઉપર વરસાદી પાણી ભરાશે જ
એક કલાકથી વધુ સમય વરસાદી પાણી ભરાતા હોય તેવા સ્પોટમાં એક જ વર્ષમાં ૨૦નો વધારો,લોકોને પરિણામ ભોગવવુ પડશે
અમદાવાદ,સોમવાર,2
જુન,2025
અમદાવાદમાં ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે ૬૮૪૪૩
કેચપીટ ત્રણ વખત સાફ કરવા રુપિયા ૧.૧૮ કરોડથી વધુનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે. બીજા તબકકામાં
હજુ ૪૫૬૯૧ કેચપીટ સાફ કરવાની બાકી છે.વરસાદી પાણીના નિકાલ માટેની ૯૮૦ કિલોમીટર
લાઈન આવેલી છે.આમ છતાં અમદાવાદમાં આ ચોમાસામાં ૧૪૭ સ્પોટ ઉપર વરસાદી પાણી ભરાશે જ.
આ તમામ એવા સ્પોટ છે કે જયાં એક કલાકથી વધુ સમય વરસાદી પાણી ભરાયેલા રહે
છે.વર્ષ-૨૦૨૪માં શહેરમાં વરસાદી પાણી ભરાવાના ૧૨૪ સ્પોટ હતા.સરકારી પરિભાષા
મુજબ ૧૫ જુનથી ચોમાસાની શરુઆત થતી હોય છે.
આ પરિસ્થિતિમાં કોર્પોરેશન કામગીરી પુરી કરી શકશે નહીં.જેના માઠા પરિણામ
શહેરીજનોને ભોગવવા તૈયાર રહેવુ પડશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સહિતના પદાધિકારીઓ અને
અધિકારીઓ દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીની સમીક્ષા કરાઈ.એવો દાવો પણ કરવામાં આવ્યો
કે. ૪૮ વોર્ડમાં વરસાદી પાણીના નિકાલ માટે આવેલી ૮૪૪૩ કેચપીટ ત્રણ તબકકામા ૧૫
જુન-૨૫ સુધીમાં સાફ કરી દેવાશે.જે દેખીતી રીતે શકય નથી.કોર્પોરેશન ઈસ્ટર્ન અને
વેસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈન નાંખવાની કામગીરી કરી રહી છે.આ કામગીરી ૩૦ જુન -૨૫
સુધીમાં પુરી કરવાની જાહેરાત કરાઈ છે.૪૫ અંડરપાસમાં ઓટોમેટિક બેરિયર સિસ્ટમ
લગાવવાની જાહેરાત ફરી એક વાર કરાઈ છે. ગત વર્ષે એક અંડરપાસમાં ઓટોમેટિક બેરિયર
સિસ્ટમ લગાવાઈ હતી. પરંતુ ખરે સમયે વરસાદી પાણી ભરાવાના સમયે જ આ સિસ્ટમ કામમા આવી
નહોતી. ગત વર્ષના કડવા અનુભવ પછી પણ આ વર્ષે તમામ અંડરપાસમાં ઓટોમેટિક બેરિયર
સિસ્ટમ લગાવવા અધિકારીઓ મકકમ છે. આ સિસ્ટમ એવી છે કે જેમાં જે તે વિસ્તારમાં આવેલા
અંડરપાસમાં વરસાદી પાણી ક્ષમતા સુધી ભરાય એ પછી અંડરપાસના દરવાજા આપોઆપ બંધ થઈ
જાય. વરુણ પમ્પ મુકી તેમાંથી વરસાદી પાણી ઉલેચાયા પછી આ દરવાજા ખુલી જાય. ૩૫ સુએજ
ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા પમ્પિંગ સ્ટેશન મળી ૨૨૯ સ્થળે વરસાદી પાણી ઉલેચવા ફરી એક
વખત પમ્પની મદદ લેવાશે.દર પંદર મિનિટે વરસાદની વિગત મેળવવા ડેશબોર્ડ કાર્યરત
કરાશે. સાબરમતી નદીના પશ્ચિમ છેડે ૨૫ તથા પૂર્વ છેડે ૧૮ વરસાદી પાણીના નિકાલ
માટેના ડિસ્ચાર્જ પોઈન્ટની સફાઈ કરાઈ છે.
ચાર વર્ષે પણ બોપલ-ઘુમામાં વરસાદી પાણીની કામગીરી અધુરી
વર્ષ-૨૦૨૧માં બોપલ અને ઘુમાના વિસ્તારોને મ્યુનિસિપલ
કોર્પોરેશન હદમાં સમાવાયા હતા.બોપલ અને ઘુમા તળાવ પાસે વરસાદી પાણીના નિકાલ માટે
ફેઝ વનમાં રુપિયા ૧૬ કરોડના ખર્ચથી સ્ટ્રોમ વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવાની ૨૦ ટકા
કામગીરી પુરી કરાઈ છે.ફેબુ્આરી-૨૬માં કામગીરી પુરી કરાશે ત્યાં સુધી બોપલ અને
ઘુમાના લોકોને વરસાદી અને ડ્રેનેજના પાણી
બેક મારવાની સમસ્યાનો સામનો કરવો જ પડશે.
ડ્રેનેજ વિભાગની કયા વિસ્તારમાં કામગીરી ચાલે છે?
વિસ્તાર પ્રકાર ખર્ચ(કરોડમાં) પ્રોગ્રેસ(ટકામાં)
ગોતા સ્ટ્રોમ વોટર ૩૬.૩ ૧૫
શ્રીનંદનગર સ્ટ્રોમ
વોટર ૩૬.૨૭ ૧
તળાવ ઈન્ટરલિંકીંગ ૭૮.૧૮ ૩
માણેકબાગ માઈક્રોટનલ
૧૫૫ ટેન્ડર બાકી
ચંદ્રભાગા નાળુ ૧૪૬.૨ ૭
શાહીબાગ રીહેબ ૨૧.૯૩ ૩૦
નિકોલ સ્ટ્રોમ વોટર ૯.૯૩ ૩૦
નારણપુરા વરસાદી લાઈન ૨.૫ ૧૫
શહેરીજનો આ વોટસઅપ નંબર ઉપર ફરિયાદ કરી શકશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત ઝોનમાં રહેતા
શહેરીજનો ચોમાસા દરમિયાન વૃક્ષ ધરાશાયી થવુ,
વરસાદી પાણી ભરાવવુ તથા ભયજનક મકાન ઉપરાંત હોર્ડિંગ્સ પડવા કે પછી રસ્તા બેસી
જવા અંગેની ફરિયાદ નોંધાવી શકે એ માટે નંબર જાહેર કરાયા છે.જે આ મુજબ છે.
ઝોન નંબર
મધ્ય ૯૦૯૯૦૬૪૧૬૭
પૂર્વ ૯૦૯૯૦૬૩૮૫૬
પશ્ચિમ ૬૩૫૯૯૮૦૯૧૬
ઉ.પ. ૯૭૨૬૪૧૬૧૧૨
દ.પ. ૬૩૫૯૯૮૦૯૧૩
ઉત્તર ૯૭૨૬૪૧૫૫૫૨
દક્ષિણ ૯૦૯૯૦૬૩૨૩૯
કંટ્રોલરુમ ૯૯૭૮૩૫૫૩૦૩