Get The App

સ્કાડા પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ છતાં પાણીનો કકળાટ યથાવત

કોર્પોરેશનની પાણી વિતરણ વ્યવસ્થા સામે સવાલો ઊભા કરતા ટેન્કરો

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
સ્કાડા પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ છતાં પાણીનો કકળાટ યથાવત 1 - image


સ્માર્ટ સિટી વડોદરામાં પાણીના આધુનિક પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં હજુ પણ નાગરિકોને પીવાનું પાણી પહોંચાડવા ટેન્કરનો સહારો કોર્પોરેશનની પાણી વિતરણ વ્યવસ્થા સામે સવાલો ઊભા કરે છે.

વડોદરા કોર્પોરેશનને વિવિધ પાણીના સ્ત્રોત ખાતેથી થતી પાણીની આવક પૂરતા પ્રમાણમાં હોવાના આંકડા છે. તેમજ આ વર્ષે વરસાદ પણ પૂરતા પ્રમાણમાં વરસતા જળાશયો છલકાઈ ઉઠ્યા છે. તેમ છતાં શહેરમાં અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી અપૂરતા પ્રમાણમાં મળી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો કોર્પોરેશનને મળી રહી છે. શહેરના વિવિધ પાણીના વિતરણ મથકો ખાતેથી સતત પાણી લઈ જતા કોર્પોરેશનના ટેન્કરો જ કોર્પોરેશનની પાણી વિતરણ પદ્ધતિ સામે સવાલો ઊભા કરે છે. ખાસ કરીને, પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા અંગે અવારનવાર લોકોને વિરોધ પ્રદર્શન કરવા સાથે પાણી માટે વલખા મારવા પડે છે. કોર્પોરેશન દ્વારા નાલંદા પાણીની ટાંકી ખાતેથી હાલ ટેન્કરો મારફતે લોકોને પાણી પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, કોર્પોરેશનને નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સ્કાડા પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે. 

 

Tags :