વડોદરાના ગોરવા વિસ્તારમાં વારંવાર દબાણો દૂર કરવા છતાં પુનઃ થઈ જાય છે ફરી દબાણો હટાવ્યા
Vadodara Corporation : વડોદરા શહેરના ટીમ વિભાગના ઉત્તર વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા મધુનગર સહિત આસપાસ વારંવાર ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવે છે છતાં પણ ગેરકાયદે દબાણનો રાફડો તાત્કાલિક થઈ જાય છે. દબાણ શાખાની ટીમે ગોરવા વિસ્તારની મધુનગરથી આશિયાના પાર્ક સુધીના સ્થાનિક રહીશો સહિત દુકાનદારોએ ગેરકાયદે બનાવાયેલી કમ્પાઉન્ડ વોલ અંગે પાલિકા તંત્રને ફરિયાદો મળી હતી.
જેથી આજે સવારે દબાણ શાખાની ટીમ ગોરવા વિસ્તારના મધુનગર ખાતે પહોંચી ગઈ હતી. જ્યાંથી આશિયાના પાર્ક સુધીના મકાન ધારકોએ ગેરકાયદે બનાવેલી કમ્પાઉન્ડ સહિત ફેન્સીંગ પર બુલડોઝર ફેરવી દીધું હતું. ટીપી 55 એ ની આ કાર્યવાહી નક્કી કરવામાં આવી હતી. દબાણ શાખાની ટીમે ગેરકાયદે કમ્પાઉન્ડ વોલ અને ફેન્સીંગ પર બુલડોઝર ફેરવી દેતા આવા ગેરકાયદે દબાણ ધારકોએ દબાણ શાખાની ટીમ સાથે પરીક્ષા રકઝક કરી હતી. પરંતુ ઘટના સ્થળે હાજર પોલીસ કાફલાએ દરમિયાનગીરી કરતા દબાણ શાખાની ટીમની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ હતી. આવી જ રીતે શહેરના દક્ષિણ વિસ્તારમાં ભાયલી ખાતે વોર્ડ નં.10 માં પણ ગેરકાયદે દબાણનો સફાયો કરવા પાલિકા તંત્રની ટીમ પહોંચી ગઈ હતી. ભાયલી ગામમાં બસ સ્ટેન્ડ પાસે તથા આસપાસના ગેરકાયદે હંગામી લારી ગલ્લા, કેબીનો સહિત કેરી અને તરબૂચના તંબુઓ દબાણ શાખાની ટીમે દૂર કરીને કુલ ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબ્જે કર્યો હતો.