Gujarat

વાહનનો લાયસન્સ મેળવવા ઓનલાઈન પરીક્ષા પાસ છતાં ઉમેદવારો વડોદરા આરટીઓના ધક્કા સાત દિવસથી ખાય છે

By GS TEAM
5 Aug 20251 min read
TukuTouch Logo
વડોદરામાં ડ્રાઇવિંગ લાઇસન્સ અંગે ઓનલાઇન પરીક્ષા પાસ કરવા છતાં લાઇસન્સ નહીં મળવા અંગે પણ છેલ્લા સાત દિવસથી ઉમેદવાર આરટીઓ ખાતે ધક્કા ખાઈને કંટાળી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાહનનો લાયસન્સ મેળવવા ઓનલાઈન પરીક્ષા પાસ છતાં ઉમેદવારો વડોદરા આરટીઓના ધક્કા સાત દિવસથી ખાય છે

Vadodara RTO Office : વડોદરામાં ડ્રાઇવિંગ લાઇસન્સ અંગે ઓનલાઇન પરીક્ષા પાસ કરવા છતાં લાઇસન્સ નહીં મળવા અંગે પણ છેલ્લા સાત દિવસથી ઉમેદવાર આરટીઓ ખાતે ધક્કા ખાઈને કંટાળી ગયો છે.

 ઉલ્લેખનીય છે કે સરકાર ભ્રષ્ટાચાર ડામવા એક તરફ તમામ કાર્યવાહી ઓનલાઈન કરવામાં વ્યસ્ત છે. જ્યારે ખાઈ બધેલા અધિકારીઓ આવી ઓનલાઇન પ્રક્રિયાને માન્ય કરતા નથી. 

આવો જ એક કિસ્સો શહેરના દરજીપુરા ખાતે આવેલ આરટીઓ કચેરીમાં બન્યો છે. ઉમેદવારે ટુ વ્હીલર લાઇસન્સ મેળવવા માટે ઓનલાઇન પરીક્ષા પાસ કરી હતી. આ પરીક્ષાનું રિઝલ્ટ પાસ થયાનું આવ્યું હતું. આમ છતાં પણ ઉમેદવારને ઘરે લાયસન્સ મળ્યું નથી. પરિણામે ઉમેદવાર છેલ્લા સાત દિવસથી દરજીપુરા સ્થિત આરટીઓ કચેરી ધક્કા ખવડાવી રહી છે. દરમિયાન અધિકારી દ્વારા જણાવાયું હતું કે કેટલા ટ્રેન્ડિંગ કેસમાં માર્ગદર્શન જરૂરી હોવાથી વળી કચેરી દ્વારા માર્ગદર્શન મેળવવાની કાર્યવાહી થઈ રહી હોવાનું જણાવ્યું હતું.